શા માટે આતંકી હુમલાઓ પર શોક જ વ્યક્ત કરે છે?
બેંગ્લોર, 16 માર્ચઃ પહેલા હૈદરાબાદમાં બે વિસ્ફોટ અને પછી શ્રીનગરમાં એક પોલીસ પબ્લિક સ્કૂલ પર હુમલો. સરકાર દ્વારા એક જેવી પ્રક્રિયા અને કોઇ પણ મજબૂત પગલાં ભરવામાં આવ્યા નથી. શું તેનાથી એવું નથી લાગતુ કે સરકારે આતંકી હુમલાઓને લઇને એવું વિચારી લીધું છે કે હુમલાને રોકી શકાય તેમ નથી. દરેક હુમલા બાદ કેન્દ્ર સરકારે નેતાઓના નિવેદન પણ એકસમાન લાગે છે. આતંકી વારદાત બાદ તેમના દ્વારા સીબીઆઇ તપાસની માંગ કરવી પણ એક ફેશન જેવું બની ગયું છે.
શ્રીનગરની સ્કૂલમાં થયેલા હુમલાઓની જવાબદારી હિજબુલ મુજાહિદ્દીને લીધી છે. જણાવવામાં આવ્યું છે કે, ગત 15 ફેબ્રુઆરીએ ગુલામ કાશ્મિર રાજધાની મુજફ્ફરાબાદમાં થયેલા અલગાવવાદી સંગઠનોના નેતા, આતંકી સંગઠનોના નેતા અને આઇએસઆઇના મોટા અધિકારી વચ્ચે બેઠક થઇ હતી. જેમાં આતંકીઓએ ભારતના મુખ્ય શહેરો અને પ્રદેશોને નિશાન બનાવવાની વાત કરી હતી, જેમાં દિલ્હી, મુંબઇ, કોલકતા, ગુજરાત, બેંગ્લોર, આંધ્ર પ્રદેશ અને યુપી છે.

આતંકી હુમલાઓ અંગે સરકાર શું વિચારે છે તેનો અંદાજો પણ એ વાતથી લગાવી શકાય છે કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંદીએ 2011માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં કહ્યું હતું કે દર વખતે હુમલાઓ રોકી શકાય તેમ નથી, જો ગત 10 વર્ષોની વાત કરીએ તો અત્યાર સુધી 40થી પણ વધારે આતંકી હુમલાઓ થયા છે. સાચું એ છે કે આ બધું રોકવું ઘણું જ અધરું છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવીને આ ઘટનાઓને ઓછી કરી શકાય છે, કારણ કે, આટલી મોટી સંખ્યામાં થનારા આતંકી હુમલાઓ સરકારની ઇચ્છાશક્તિ સામે પણ પ્રશ્નો ખડા કરે છે. આ સંબંધમાં ભારત સરકારે અમેરિકા પાસેથી શિખ લઇ શકે છે, જ્યાં 9/11ની ઘટના પછી કોઇ આતંકી હુમલો થયો નથી.
તાજેતરમાં સંસદ પર હુમલાના આરોપી અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ સંવદેનશીલતાને જોતા દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી કરવાની જરૂર હતી. જેનાથી થનારી દુર્ઘટનાઓ પર નજર રાખી શકાય અને તેને રોકવાનો પ્રયત્ન કરી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
