છત્તીસગઢમાં સરકાર પાડવાની તૈયારીમાં બીજેપી? કોંગ્રેસે ઓપરેશન લોટસનો દાવો કર્યો
છત્તીસગઢમાં કોંગ્રેસ ધારાસભ્યના ધરે થઈ રહેલી ઈડીની કાર્યવાહીને લઈને બીજેપીએ મોટો દાવો કર્યો છે. કોંગ્રેસ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, છત્તીસગઢમાં EDની કાર્યવાહી રાજ્યમાં ઓપરેશન લોટસ હાથ ધરવાની તૈયારી છે. બીજેપી ઓપરેશન લોટસને અંજામ આપવાનો પ્રયાસ કરી રહી છે.
અહીં તમને જણાવી દઇએ કે, છત્તીસગઢ ખનિજ વિકાસ નિગમના અધ્યક્ષ ગિરીશ દેવાંગન, રાયપુરના મેયર એજાઝ ઢેબર, છત્તીસગઢ રાજ્ય ભવન અને અન્ય કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડના ચેરમેન સુશીલ સન્ની અગ્રવાલના ઠેકાણાઓ પર હાલમાં જ ઈડીએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પર ગિરીશ દેવાંગને દાવો કર્યો કે કોલસાના વ્યવસાય સાથે તેમને કોઈ લેવાદેવા ન હોવા છતાં દરોડા પાડવામાં આવ્યા.

અહીં તેમણે આરોપ લગાવ્યો કે, ED જે રીતે કાર્યવાહી કરી રહી છે તે જોઈને લાગે છે કે કેન્દ્રીય તપાસ એજન્સી છત્તીસગઢમાં ઓપરેશન લોટસને અંજામ આપવાનો પ્રયાસ કરી રહી છે. ગિરીશ દેવાંગને કહ્યું કે હું ખનિજ વિકાસ નિગમનો અધ્યક્ષ છું, કોલસો તેના કાર્યક્ષેત્રમાં નથી. મને ખબર નથી કે મારા ઘર પર શા માટે દરોડા પાડવામાં આવ્યા?
આ સિવાય એજાઝ ઢેબરે પણ દાવો કર્યો કે, ED ભાજપના વિરોધીઓને પરેશાન કરવા દરોડા પાડી રહી છે. તેમણે કહ્યું કે, એજન્સીએ જાહેર કરવું જોઈએ કે તેને કયા દસ્તાવેજો, બેનામી સંપત્તિ, પૈસા મળ્યા છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ભાજપ અને મોદી સરકાર ભયનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરશો નહીં. અમે ડરતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
