INX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ
INX Media Case: પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવાઈ
નવી દિલ્હીઃ INX Media Case મામલે પાછલા થોડા દિવસોથી જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડીને વધારવામાં આવી. ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ મામલે ચિદમ્બરમની કસ્ટડીને વધારી દીધી છે. ગુરુવારે ચિદમ્બરમે જામીન માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અદાલતે મામલાની જલદી જ સુનાવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ન્યાયમૂર્તિ એનવી રમનાની આગેવાનીવાળી પીઠને પૂછ્યું કે શું અદાલત દશેરા બ્રેક પહેલા સુનાવણી કરી શકે છે. શીર્ષ અદાલત દ્વારા ચિદમ્બરમની કાનૂની ટીમને જણાવવામાં આવ્યું હતું કે તત્કાલ સુનાવણીનો અનુરોધ ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમ પાછલા ચાર અઠવાડિયાથી તિહાર જેલમાં બંધ છે.
પોતાના જામીન માટે પી ચિદમ્બરમ ગત 11 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. પોતાની અરજીમાં ચિદમ્બરમે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીના સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર ફેંકતા જામીન માંગ્યા હતા. ચિદમ્બરમ તરફથી કોર્ટમાં તેમના વકીલ કપિલ સિબ્બલે દલિલ રાખતા કહ્યું હતું કે ચિદમ્બરમ ઈન્દ્રાણી મુખરજીને ક્યારેય મળ્યા નથી અને તેમની જુબાનીને મહત્વની બનાવવામાં આવી છે. હાઈકોર્ટે શુક્રવારે સુનાવણી પૂર્ણ કરી ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો, અને સોમવારે અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
