ઈન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસ હટાવી, ભારતે વિરોધ નોંધાવ્યો
ઇન્ટરપોલના આ પગલાથી બે કેન્દ્રીય એજન્સીઓના પ્રયાસો વિફળ ગયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે આ મોટો આંચકો છે.

નવી દિલ્હી : કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોક્સી વિરૂદ્ધની રેડ નોટિસ ઈન્ટરપોલે હટાવી દીધી છે. મેહુલ ચોક્સીને ભારત લાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે રેડ નોટિસ હટવી એ ભારત માટે મોટો ઝટકો છે. ઈન્ટરપોલે મેહુલ ચોક્સીની રજુઆતના પગલે પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડીના કેસમાં રેડ નોટિસ પાછી ખેંચી લીધી છે. ડિસેમ્બર 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ જારી કરાઈ હતી.
ભારત સરકાર તેને દેશ પરત લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે હવે ઈન્ટરપોલની આ કાર્યવાહી વિરૂદ્ધ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ઇન્ટરપોલના આ પગલાથી બે કેન્દ્રીય એજન્સીઓના પ્રયાસો વિફળ ગયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે આ મોટો આંચકો છે. રેડ નોટિસ હટવાનો અર્થ છે કે મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડાની બહાર પ્રવાસ કરી શકશે.
નોટિસ હટતા ભારતે સખત વિરોધ નોંધાવતા કહ્યું કે, જો તેની રેડ નોટિસ હટાવી દેવામાં આવે તો તે એન્ટિગુઆ ભાગી શકે છે. બીજા અધિકારીએ કહ્યું કે, ઈન્ટરપોલની રેડ નોટિસ હટાવવાથી અમારી તપાસ અને એન્ટિગુઆ પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો પર કોઈ અસર થશે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા મેહુલ ચોકસીની મુશ્કેલીઓમાં વધી ગઈ હતી. CBI એ 55.27 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં ચોક્સી અને ગીતાંજલિ રત્ન નક્ષત્ર બ્રાન્ડ્સ વિરુદ્ધ નવી FIR નોંધી હતી. મેહુલ હાલ એન્ટિગુઆમાં છે અને ભારત સરકાર ત્યાંની સરકારને તેના ટ્રાન્સપ્લાન્ટ માટે સતત કહી રહી છે. મેહુલે તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
