ઈન્દ્રાણી મુખર્જીના વકીલનો દાવો, મહિલાએ શીનાને જીવિત જોઈ છે!
ઈન્દ્રાણી મુખર્જીના વકીલ સના આર ખાને બુધવારે કહ્યું કે જે મહિલાએ ઈન્દ્રાણી મુખર્જીને કહ્યું હતું કે તેણે જમ્મુ-કાશ્મીરમાં શીના બોરાને જીવતી જોઈ છે અને તે તેનું નિવેદન નોંધાવા તૈયાર છે.
મુંબઈ, 22 ડિસેમ્બર : શીના બોરા મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. ઈન્દ્રાણી મુખર્જીના વકીલ સના આર ખાને બુધવારે કહ્યું કે જે મહિલાએ ઈન્દ્રાણી મુખર્જીને કહ્યું હતું કે તેણે જમ્મુ-કાશ્મીરમાં શીના બોરાને જીવતી જોઈ છે અને તે તેનું નિવેદન નોંધાવા તૈયાર છે. મહિલાએ દાવો કર્યો હતો કે 24 જૂને દાલ લેક પાસે શીના બોરાને મળી હતી. વકીલે કહ્યું કે, અમે સીબીઆઈને નિષ્પક્ષ તપાસ કરવા માટે નિર્દેશ આપવા માટે કોર્ટમાં અરજી દાખલ કરીશું.

ઈન્દ્રાણી મુખર્જીની 2015માં તેની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં છ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને પત્ર લખીને દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે. તેના પત્રમાં તેણે દાવો કર્યો હતો કે એક મહિલા સરકારી અધિકારીએ તેને કહ્યું હતું કે તેણે શીનાને જોઈ છે. શીના બોરા ઈન્દ્રાણી મુખર્જીના પહેલા પતિની પુત્રી હતી. જેની 24 એપ્રિલ 2012ના રોજ ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને લાશને સળગાવી દેવામાં આવી હતી.
શીના બોરાની તેના સાવકા ભાઈ સાથેના પ્રેમ સંબંધ અને મિલકતના વિવાદને કારણે હત્યા કરવામાં આવી હતી. ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીની પહેલી પત્નીના પુત્રનું નામ રાહુલ છે, જેની સાથે શીનાનું અફેર હતું. ઈન્દ્રાણી અને પીટર બંને આનાથી નાખુશ હતા. આ હત્યાકાંડ 2012માં કરવામાં આવ્યો હતો. બે વર્ષ સુધી બધા વિચારતા રહ્યા કે શીના અભ્યાસ માટે અમેરિકા ગઈ છે. જો કે, 2015માં પોલીસને સમાચાર મળ્યા કે શીનાની હત્યા કરવામાં આવી છે.
સીબીઆઈએ 2015માં આ કેસનો કબજો સંભાળ્યો હતો અને તેની તપાસ પૂર્ણ કરી હતી. સીબીઆઈ ઈન્દ્રાણી મુખર્જીના પત્રને ગંભીરતાથી લઈ રહી નથી કારણ કે તેઓ તેને માત્ર મામલાને લંબાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. સીબીઆઈએ પહેલાથી જ તેની તપાસ પૂર્ણ કરી છે અને તારણ કાઢ્યું છે કે ઈન્દ્રાણી મુખર્જીએ 2012 માં તેની પુત્રી શીના બોરાની તેના ડ્રાઈવર શ્યામવર રાય અને બીજા પતિ સંજીવ ખન્નાની મદદથી હત્યા કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
