ઈંદ્રાણી મુખર્જીનો CBI ડાયરેક્ટરને પત્ર - જીવે છે શીના બોરા, કાશ્મીરમાં મળશે
વર્ષ 2012ના ચર્ચિત શીના બોરા હત્યાકાંડની આરોપી ઈંદ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે શીના હજુ પણ જીવતી છે.
મુંબઈઃ વર્ષ 2012ના ચર્ચિત શીના બોરા હત્યાકાંડની આરોપી ઈંદ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે શીના હજુ પણ જીવતી છે. ઈંદ્રાણી મુખર્જીએ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ના નિર્દેશકને એક પત્ર લખ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમની દીકરી શીના બોરા જીવતી છે. સાથે જ તેમણે કહ્યુ છે કે સીબીઆઈ જો શીનાની શોધ કરાવશે તો તેમને એ કાશ્મીરમાં મળી શકે છે. પોતાની દીકરી શીના બોરાની હત્યાની આરોપી પૂર્વ મીડિયા કાર્યકારી ઈંદ્રાણી મુખર્જી 2015થી જેલમાં છે.

સીબીઆઈ નિર્દેશકને લખેલા પત્રમાં ઈંદ્રાણી મુખર્જીએ લખ્યુ છે કે તે હાલમાં જ જેલમાં એક મહિલાને મળી હતી. જેણે કહ્યુ હતુ કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. એવામાં સીબીઆઈએ કાશ્મીરમાં શીના બોરાની તપાસ કરવી જોઈએ. આ પત્ર ઉપરાંત ઈંદ્રાણીએ વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ એક આવેદન કર્યુ છે જેના પર ટૂંક સમયમાં સુનાવણી થઈ શકે છે.
ઈંદ્રાણી મુખર્જીને વર્ષ 2015માં શીના બોરા હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તે મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. તેની જામીન અરજીને ગયા મહિને જ બૉમ્બો હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ઈંદ્રાણી હવે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
2012માં થઈ હતી શીનાની હત્યા
24 વર્ષની શીના બોરાની હત્યા 24 એપ્રિલ, 2012ના રોજ થઈ હતી. શીનાનુ કંકાલ 25 એપ્રિલ, 2015ના રોજ પેન ખોપલીમાંથી જપ્ત કરવામાં આવ્યુ હતુ. શીના બોરા હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઈંદ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયને પકડવામાં આવ્યો હતો. આ હત્યાનો આરોપ ઈંદ્રાણી મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના પર લાગ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
