રક્ષાબંધનના દિવસે ભાઈઓએ બહેનને બનાવી વિધવા
ઈંદોર: દેશભરમાં જ્યાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનોએ ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના સાથે ભાઈને રાખડી બાંધી અને ભાઈઓએ બહેનોની રક્ષાનું વચન આપ્યું. ત્યાં આ દિવસે આ સંબંધને તારતાર કરતો એક બનાવ બન્યો. જી હા, મધ્યપ્રદેશના ઇંદોરમાં રક્ષાબંધનના દિવસે ભાઈઓએ બહેનને એક એવી ભેટ આપી કે જે સાંભળીને આપના પણ રૂંવાડા ઉભા થઈ જશે.
આ બહેનનો ગુનો માત્ર એટલો જ હતો કે આ ખુંખાર ભાઈઓની બહેનોએ તેની ઈચ્છા મુજબ પોતાનો જીવનસાથી પસંદ કર્યો અને તેની સાથે પ્રેમ લગ્ન કર્યા.... આ ઘટના વિજયનગરની સામે આવેલા ગંગાદેવી નગરની છે. જ્યાં પરસરામ ઉર્ફે પારસ અલોરીયા પોતાના ત્રણ બાળકો એક દીકરી અને બે દીકરા સાથે રહે છે.

બહેનનો ગુનો પ્રેમ લગ્ન
દીકરીનું નામ અર્ચના છે. જેણે એક વર્ષ પહેલા પોતાના પરિવારની વિરૂદ્ધ જઈને પોતાના બાળપણના સાથી હેમેન્દ્ર સાથે લગ્ન કરી લીધા, બંને ઓટોમોબાઈલ એન્જિનીયર હતા. જો કે લગ્ન બાદ નારાજ પરિવારે અર્ચના સાથે તમામ સંબંધો તોડી નાખ્યા.

રક્ષાબંધનનો દિવસ, અને બહેનને બનાવી વિધવા
પરંતુ રક્ષાબંધનના બે દિવસ પહેલા પરિજનોએ સંદેશો પાઠવ્યો કે તેઓ હવે તેનાથી નારાજ નથી તે ભાઈઓને રાખડી બાંધવા આવી શકે છે. રક્ષાબંધનનો દિવસ હતો અર્ચના ઘણીજ ખુશ હતી, અને તે તેના પતિ સાથે પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પિયરમાં પહોંચી. જ્યાં પહેલેથી જ અન્ય સગા પણ ઉપસ્થિત હતા, તેમણે અર્ચના અને હેમેન્દ્રને જોઈને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધુ.

અર્ચનાનો દુપટ્ટો જ બન્યો મોતનો ફંદો
સગા સંબંધીઓના આ વર્તનથી અર્ચના અને હેમેન્દ્ર ઘરની બહાર નીકળી ગયા. ત્યારબાદ મામલો એટલો બીચક્યો કે લોકો મારપીટ પર આવી ગયા અને અર્ચનાના ભાઈઓએ અર્ચનાના દુપટ્ટા વડે હેમેન્દ્રનું ગળું દબાવી દીધુ. આ દરમ્યાન અર્ચનાએ હેમેન્દ્રને બચાવવાની ખુબ જ કોશિષ કરી. અર્ચનાના તમામ પ્રયત્નો વ્યર્થ રહ્યા, સગાસંબંધીઓએ તેને પણ પથ્થર અને ટાઈલ્સ વડે ઘણો માર માર્યો.

અર્ચના બે મહિનાના ગર્ભથી
ઘટનાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા, પાડોશીઓને જોઈને અર્ચનાના ભાઈ અને સગા ભાગી ગયા. ત્યારબાદ પાડોશીઓ અર્ચના અને હેમેન્દ્રને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડોક્ટર્સે હેમેન્દ્રને મૃત ઘોષિત કર્યો. હાલમાં અર્ચના જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તેમજ સારવાર દરમ્યાન જાણવા મળ્યું કે તે બે મહિનાના ગર્ભથી છે.

હત્યારા ભાઈ ફરાર
હેમેન્દ્રના પરિજન ડોંગરેના જણાવ્યા મુજબ પરસરામ આલોરીયાની સાથે તેમની પત્ની વિમલા, દિકરી બ્રજેશલતા, અન્ય સંબંધીઓ, કાકા ગરસિંહ, અતેન્દ્ર, શૈલેન્દ્ર, હરીશ, અને કપીલ સિંહે હુમલો કર્યો છે. તેમણે પોલીસને આ તમામના નામ જણાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
