ઈન્ડિગોની રદ થયેલી ફ્લાઈટના મુસાફરોને વળતર ચુકવવામા આવશે
એરલાઈન કંપની ઈન્ડિગો (IndiGo) દ્વારા તાજેતરમાં 3જી, 4થી અને 5મી ડિસેમ્બરના રોજ રદ કરવામાં આવેલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને (Cancelled Flights) કારણે અસરગ્રસ્ત મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ ફ્લાઈટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને નિયમો મુજબ મુસાફરોને આર્થિક વળતર ચૂકવવાની ખાતરી આપી છે.

ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રદ થયેલી ફ્લાઈટ્સના અસરગ્રસ્ત મુસાફરોને નિયમોને આધીન 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવવામાં આવશે. અસરગ્રસ્ત પ્રવાસીઓને 5,000 થી 10,000 સુધીનું વળતર ચૂકવાશે. જે મુસાફરોને વધુ અસર થઈ છે તેમને આ વળતરની રકમની સાથે ટ્રાવેલ વાઉચર (Travel Voucher) પણ આપવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને માર્ગદર્શિકા અનુસાર આ વળતરની અંતિમ કિંમત નક્કી કરવામાં આવશે.
ઈન્ડિગો એરલાઈન્સે તમામ મુસાફરોને થયેલી ગંભીર અસુવિધા બદલ ખેદ (Apology) વ્યક્ત કર્યો છે. કંપનીએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને તેમની સેવાઓમાં સુધારો કરવામાં આવશે.
આ નિર્ણયથી 3, 4 અને 5 ડિસેમ્બરે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને મોટી રાહત મળી છે. ઈન્ડિગો આ વળતરની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
