બીજેપીનો મુકાબલો કરવા ઈન્ડિયાનો નવો નારો, હવે 19 ડિસેમ્બરે બેઠક યોજાશે
5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ઈન્ડિયા ગઠબંધનના ખલબલીનો માહોલ છે. આ માહોલ વચ્ચે હવે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે.
28 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક 19 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ માહિતી આપી છે.
તેમણે X પર લખ્યુ કે, ઈન્ડિયા દળોની ચોથી બેઠક મંગળવાર 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યે યોજાશે.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6 ડિસેમ્બરે ઈન્ડિયા બ્લોકના નેતાઓની બેઠક બોલાવી હતી. પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી, ડીએમકેના વડા એમકે સ્ટાલિન અને સપાના વડા અખિલેશ યાદવ સહિતના કેટલાક ગઠબંધન નેતાઓના ન આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તે બેઠક રદ કરાઈ હતી.
આ બાદ બિહારના સીએમ અને જેડીયુ સુપ્રીમો નીતીશ કુમારે તેમના ન પહોંચી શકવાના સમાચાર પર કહ્યું કે, હું ઈચ્છું છું કે કામમાં પ્રગતિ થવી જોઈએ. સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે હું મીટિંગમાં નહીં જાઉ. આ બકવાસ છે, મને તે સમયે તાવ આવ્યો હતો, શું તે શક્ય છે કે હું મીટિંગમાં ન જાઉ? મહાગઠબંધનની આગામી બેઠકમાં ભવિષ્ય માટેનો પ્લાન તૈયાર કરવો જોઈએ.
આ દરમિયાન એવી શક્યતા છે કે નવી દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા બ્લોકની આગામી બેઠકનો મૂળ એજન્ડા બેઠકોની વહેંચણી અને સંયુક્ત રેલીઓ અંગેનો કાર્યક્રમ નક્કી કરવાનો હોઈ શકે છે.
પીટીઆઈ અનુસાર, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે, બેઠકમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબમાં પક્ષોએ એકતા પર આધારિત થીમ સાથે આગળ વધવાનો ઈરાદો વ્યક્ત કર્યો - 'મૈં નહીં, હમ સાથે આગળ વધી શકાય છે.
વિપક્ષી દળોની આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા જનતાએ મોદીની ગેરંટી પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે.
હવે વિરોધ પક્ષો સમક્ષ પડકાર એ છે કે તેઓ બીજેપી સામે સકારાત્મક વૈકલ્પિક ચૂંટણી એજન્ડા સાથે આવે, જેના આધારે તેઓ લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
