પાક બોર્ડર પર હુમલો, ભારત-રશિયન સૈનિકોએ સંભાળ્યો મોરચો!
જોધપુર, 27 ઓક્ટોબરઃ રાજસ્થાનના જોધપુર સ્થિત આર્મી કેમ્પમાં રવિવારની સવારે સૂચના મળી કે કેટલાક આતંકવાદી પાકિસ્તાન સરહદથી અંદર ઘુસી આવ્યા છે અને સેના પર હુમલો કર્યો છે. જોત-જોતામાં ભારતીય સૈનિકોએ મોરચો સંભાળ્યો અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. ખાસ વાત એ છે કે, આ કાર્યવાહીમાં તેમની સાથે રશિયા સૈનિક પણ હતા. ભારતના ટેંકો પર સવાર રશિયન સૈનિકો આતંકવાદીઓ ખદેડવા માટે આગળ વધી રહ્યાં હતા. તાબડતોડ ગોળીબાર થઇ રહ્યો હતો. રોકેટ લોન્ચરથી ગોળાઓ દાગવામાં આવી રહ્યાં હતા અને ચારેકરો યુદ્ધ જેવું મંજર.
ખરા અર્થમાં આ એક મોકડ્રીલ હતી. આ મંજર સરહદ પર ભારત-રશિયાના સંયુક્ત અભ્યાસ રૂપમાં જોવા મળ્યુ, જેનું નામ છે ઇંદ્રા 2013. રાજસ્થાન જોધપુર પાસે રણમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી સૈનિકો બંદૂક, રોકેટ, લોન્ચર વિગેરે દેખાઇ રહ્યાં હતા. લોકોને પણ અંચભો થયો, પરંતુ સાથે જ ભારતીય સૈનિકોને જોઇને એ વાતની રહાત થઇ કે બધા સુરક્ષિત છે. પાકિસ્તાન લગોલગ બોર્ડર પર આવું શા માટે થઇ રહ્યું હતું કે સ્થાનિક લોકોમાં કુતુહલ મચાવ્યું હતુ. ખરા અર્થમાં આ એક સૈન્ય અભિયાન હતુ, જેમાં એક બીજાને ભાષા સમજવામાં ઘણી સમસ્યા પડી રહી હતી, પરંતુ એક બીજાને તોપો અને આધુનિક હથિયાર ચલાવતા શીખવી દીધુ.
જીહાં, આવા જ મંજર જોધપુર અને બીકાનેર ભારતીય-રશિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસ જોવા મળશે. 15 દિવસ સુધી ચાલેલા આ સૈન્ય અભિયાનનું નામ ઇંદ્રા 2013- ભારત-રશિયા સંયુક્ત અભિયાનમાં બન્ને દેશોને સૈનિકોને એક સાથે પ્રશિક્ષણ હાંસલ કર્યા. આ પ્રશિક્ષણની ખાસિયત એ હતી કે, ભારતના તમામ સૈનિકોમાં એવા હતા, જેમને અંગ્રેજી ઠીક નહોતી, તો રશિયાના મોટાભાગના સૈનિક માત્ર રશિયા ભાષા જ જાણતા હતા. તેવામાં પણ આ કેમ્પ માત્ર કોઇ અનુવાદક વગર ચાલ્યો.
આ પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન બન્ને દેશો અંદાજે 250 સૈનિકોએ પ્રશિક્ષણ હાંસલ કર્યું. જેમાં હેલીકોપ્ટરથી હુમલો કરવો, તોપ ચલાવવી, આધુનિક ટેંક ચલાવવી, આધુનિક હથિયાર ચલાવવા વિગેરે સામેલ હતા. આ અભિયાનમાં રશિયા તરફથી આર્મી મેનેજર જનરલ એલેક્સી જાવિજિયોન અને ભારત તરફથી કેપ્ટર વિશ્વ વંદનાને સફળ બનાવ્યં. આ બન્નેને દિશા-નિર્દેશનમાં સૈનિકોની ટ્રેનિંગ થઇ.

બે દેશોના સૈનિકો
ઇંદ્રા 2013 અંતર્ગત સૈનિકોએ રણ પ્રદેશના બાસ બંજર સ્થળો પર ફાયરિંગ રેન્જનું પ્રશિક્ષણ હાસલ કર્યું.

ગોળીઓ ચાલી તોપ ચાલી
એનએએસ ઘઇ અને જનરલ એલેક્સી સાથે બીકાનેરમાં ઉપસ્થિત બન્ને દેશોમાં જવાન.

કોઓપરેટિવ છે રશિયનો
ભારતીય સૈનિકોએ જણાવ્યું કે, રશિયન સૈનિકો ઘણા જ કોઓપરેટિવ છે, ભાષા નહીં જાણતા હોવા છતાં પણ તેમણે આ પ્રશિક્ષણને સફળ બનાવ્યું.

આતંકી હુમલા બાદ
આ અભિયાન બોર્ડર પાસે જંગલોમાં ત્યારે શરૂ થયુ, જ્યારે આતંકી હુમલાની સુચના મળી. આ સુચના એક મોક ડ્રીલના આધારે કરવામાં આવી અને આગળ અભ્યાસ કરવામાં આવ્યો.

રણપ્રદેશમાં કેવી રીતે લડવું
આ અભિયાનના માધ્યમથી રશિયન સૈનિકો રણપ્રદેશમાં લડતાં શીખ્યા.

થાર રણપ્રદેશમાં
થાર રણપ્રદેશમાં રશિયા સાથે ભારતના મજબૂત થતાં સંબંધોની મિસાલ રાખી. બન્ને દેશોની સેનાઓને બીકાનેર પાસે યુદ્ધાભ્યાસ કર્યો.

યુદ્ધ જેવો મંજર
દુશ્મન બરબાદ થતા રહ્યાં અને ભારતીય ટેંક આગળ વધતા રહ્યા. નજીક પહોંચતા ટેંક પર લાગેલી મશીનગનો ગુંજી ઉઠી.

હેલીકોપ્ટરથી થયો અભ્યાસ
હેલીકોપ્ટરથી સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડોઝ અને જીપને જંગલમાં ઉતારવામાં આવ્યા. કમાન્ડો જંગલમાં ચારે તરફ ફેલાઇ ગયા.

સૈનિકોએ ટેંક ચલાવી
ટેંકોમાંથી બોમ્બના ધમાકા ગુંજવા લાગ્યા. દુશ્મનોના ટેંકોને ધ્વસ્ત કરતા સૈનિકો આગળ વધતા ગયા. અંદાજે દોઢ કલાકની આ લડાઇમાં દુશ્મનોને મારીને ભગાડ્યા.

આવો હતો મંજર
બીએમપી-2 ટેંક પર ભારતીય સૈનિકો અને ટી-72 પર રશિયન સૈનિકો સવાર હતા. ટેંકોમાં બોમ્બના ધમકા ગુંજવા લાગ્યા. દુશ્મનોના ટેંકોને ધ્વસ્ત કરતા સૈનિકો આગળ વધ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
