રૂપિયામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો, 28 પૈસા ઘટીને 71.02 નો થયો 1 ડૉલર
અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઘટીને 71.02 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો.
અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો ઘટીને 71.02 ના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો. રૂપિયામાં ઘટાડા પાછળ ઓઈલ ઈમ્પોર્ટ્સને કારણ માનવામાં આવી રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારા પાછળ પણ આ જ કારણ માનવામાં આવી રહ્યુ છે. અમેરિકી ડૉલરની મજબૂતી વૈશ્વિક સ્તર પર અન્ય દેશોના ચલણ નબળા કરી રહ્યા છે.

પિયો રોજ રેકોર્ડ નીચલા સ્તર પર જઈ રહ્યો છે. આજે પણ ડૉલરના મુકાબલે રૂપિયો અત્યાર સુધીના રેકોર્ડ નીચલા સ્તર પર ખુલ્યો અને 71 ને પાર પહોંચી ગયો. ડૉલરના મુકાબલે રૂપિયો 22 પૈસાના ઘટાડા સાથે 70.96 ના સ્તર પર ખુલ્યો હતો જ્યારે થોડી વાર પછી 28 પૈસા ઘટીને 71.02 ના આંકડા પર પહોંચી ગયો. ગુરુવારે 1 ડૉલરના મુકાબલે રૂપિયો 70.74 ના સ્તર પર બંધ થયો હતો.
મંગળવારે રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 70.09 પર બંધ થયો હતો પરંતુ બુધવારે રૂપિયો પહેલી વાર 70.50 ના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો જ્યારે ગુરુવારે એક ડૉલરના મુકાબલે રૂપિયો 70.74 પર બંધ થયો હતો. વળી, શુક્રવારે રૂપિયો વધુ ઘટીને 70.02 ના સ્તર પર પહોંચી ગયો છે.
રૂપિયામાં ઘટાડાની થશે અસર
જો રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો તો વિદેશી રોકાણકારો પણ શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી લેશે. જેનાથી જે લોકોએ મોટી કંપનીઓમાં પોતાના પૈસા લગાવી રાખ્યા છે તેમને નુકશાન થશે. રૂપિયો નબળો પડવાથી મોટેભાગે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવોમાં વધારો થઈ શકે છે. આમાં ટેલિવિઝન, ફ્રિઝ, ડિજિટલ કેમેરા, ડેસ્કટોપ કમ્પ્યુટર્સ, લેપટોપ અને અન્ય બધા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો શામેલ છે.
દેશમાં લગભગ 90 ટકાથી વધુ ખાવાપીવાની વસ્તુઓ અને બીજા જરૂરી સામાનના ટ્રાન્સપોર્ટેશન માટે ડિઝલનો ઉપયોગ થાય છે. એવામાં ડિઝલ મોંઘુ થતા આ બધી જરૂરી વસ્તુઓના ભાવ વધશે. વળી, ખાદ્ય તેલ પણ મોંઘુ થશે. ભારત લગભગ 1 લાખ ટન ખાદ્ય તેલની દર વર્ષે આયાત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
