ભારતીય રેલવે તત્કાલ ટિકિટના મુસાફરો માટે એક્સ્ટ્રા ટ્રેન દોડાવશે

આપ વેકેશનમાં બહારગામ જવાનું વિચારતા હોવ અને રેલવેની ટિકિટના બુકિંગમાં મોડું થથઇ ગયું હોવાથી હવે કન્ફર્મ ટિકીટ મળવાની શક્યતા નહીંવત હોવાનું લાગતું હોય તો પણ કદાચ તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. કેમ કે જે લોકોએ વેઇટિંગમાં ટિકિટો મેળવી છે અથવા તત્કાલમાં વેઇટિંગ ટિકિટ મેળવવાની આશા રાખે છે તેમની ટિકિટો કન્ફર્મ થઈ શકે એ રીતે લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવેને મોકલવામાં આવ્યો છે.
રેલવે ર્બોડ (એન્જિનિયરિંગ)ના મેમ્બર અને સેન્ટ્રલ રેલવેમાં જનરલ મેનેજરનો એડિશનલ ચાર્જ સંભાળતા સુબોધ જૈને કહ્યું હતું કે અમે તત્કાલના પેસેન્જરો માટે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે મિનિસ્ટરને આપવાના છીએ. તત્કાલની ટિકિટો માટે વહેલી સવારે આઠ વાગ્યામાં લાઇનમાં ઊભા રહેવા છતાં ભાગ્યે જ કન્ફર્મ ટિકિટ મળે છે. એમાંય વેકેશનમાં તો લોકોની હાલત ખરેખર કફોડી બની જાય છે. અગાઉ ટિકિટ મેળવી લેનારાઓ પણ વેઇટિંગ લિસ્ટમાં 200-300 નંબરે હોય છે.
આ બધી ટિકિટો કન્ફર્મ થઈ જાય એ માટે રેલવેના અધિકારીઓએ કેટલીક નિયમિત ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડવા ઉપરાંત એની પાછળ એ જ રૂટ પર બીજી ટ્રેન દોડાવવાની યોજના વિચારી છે, જેથી અગાઉની અને તત્કાલની બધી વેઇટિંગ નંબરની ટિકિટો કન્ફર્મ થઈ જાય અને લોકો આરામથી પ્રવાસ કરી શકે. રેગ્યુલર ટ્રેનો 20 ડબ્બાની હોય એને બદલે બીજી ટ્રેન 15થી 18 ડબ્બાની જ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
