ભારતીય રેલવે હોટલના ખરાબ તેલથી ટ્રેન દોડાવશે!
નવી દિલ્હી, 9 ઓગસ્ટ : દેશની ફાઇવ સ્ટાર હોટલોમાં મજેદાર વ્યંજન બનાવ્યા બાદ ખરાબ થઇ ગયેલા તેલમાંથી હવે ટ્રેન દોડાવાની તૈયારી ભારતીય રેલવેએ કરી છે. ભારતીય રેલવેએ એક અનોખો પ્રયોગ હાથ ધરવા માટે ખાસ પ્લાન્ટ લગાવ્યો છે. આ પ્લાન્ટમાં હોટલોમાં ઉપયોગ લેવાયા બાદ વધેલા ખરાબ તેલમાંથી બાયોડીઝલ બનાવાઇ રહ્યું છે.
આ બાયોડીઝલને શુદ્ધ ડીઝલમાં ભેળવીને રેલગાડીના એન્જીનને દોડાવવામાં આવી રહ્યા છે. આ તેલને ડીઝલમાં ભેળવ્યા બાદ એન્જીનની ચાલ વધુ બેહતર થઇ જાય છે. સામાન્ય ડીઝલ એન્જીનની અપેક્ષાએ બાયોડીઝલમાંથી તૈયાર કરવામાં આવેલા ઇંધણથી ધુમાડો પણ ઓછો નીકળે છે. આ પાયલોટ પ્રોજેક્ટના સફળ થયા બાદ દેશમાં અન્ય જગ્યાઓ પર આ પ્રકારના પ્લાન્ટ સ્થાપવાની તૈયારી છે.

રેલવેના દિલ્હી મંડળના જનસંપર્ક અધિકારી અજય માઇકલના જણાવ્યા અનુસાર રેલવેના દિલ્હી મંડળના શકૂર બસ્તી ડીઝલ શેડમાં આજકાલ અનોખો પ્રયોગ થઇ રહ્યો છે. એક લીટર બાયોડીઝલ બનાવવામાં 35થી 40 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.
આ અંગે રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે આ બાયોડીઝલનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવશે ત્યારે તેને બનાવવાનો ખર્ચો પણ ઘટી જશે. રેલવેના આ પ્રયોગથી હોટલવાળા પણ ખુશ છે. બળેલા ખાદ્ય તેલને ગટરમાં ફેંકતા પહેલા રેક્ટિફાઇડ કરવું પડે છે. આમાં ઘણો ખર્ચ થાય છે. હવે હોટલો રેલવેના આ તેલ મફતમાં આપી રહી છે.
આ પ્રોજેક્ટની ખાસિયતો
- પાયલોટ પ્રોજેક્ટમાં 100 લીટર ખરાબ ખાદ્ય તેલમાંથી 70 લીટર બાયોડીઝલ બની રહ્યું છે.
- 20% બાયોડીઝલને શુદ્ધ ડીઝલ સાથે ભેળવીને ટ્રેનના એન્જીનો ચલાવવામાં આવી રહ્યાં છે.
- ખાવાનું બનાવવામાં 20% ખાદ્ય તેલ ખરાબ થાય છે.
- અત્યારે બાયોડીઝલ બનાવવામાં લીટર દીઠ રૂપિયા 35થી 40નો ખર્ચ આવી રહ્યો છે.
- દિલ્હીમાં દર મહિને હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ ચેન અને નમકીન બનાવતી ફેક્ટરીઓમાં 10,000 ટન ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે.
બાયોડીઝલ બનાવવાની પ્રક્રિયા
ખાવાના ઉપયોગમાં લેવાતા તેલની મિથાઇલ આલ્કોહોલ દ્વારા ક્રિયા કરવામાં આવે છે. આમાં સોડિયમ મેથાઓક્સાઇડ ઉત્પ્રેરકનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં બાયોડીઝલ અને ગ્લિસરીન જુદાં પડી જાય છે. બાયોડીઝલને શુદ્ધ કરવા ડીઝલ સાથે ભેળવીને ઉપયોગમાં લેવાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
