ભટકલને છોડાવવા માટે મોટા નેતાઓનું અપહરણ કરી શકે છે આતંકવાદીઓ: રિપોર્ટ
નવી દિલ્હી, 19 માર્ચ: 2014ની લોકસભા ચૂંટણી પર આતંકવાદનો છાયો મંડરાઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં બધા ડીસીપીને આઅ અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ સંસ્થાપક યાસીન ભટકલને છોડાવવા માટે સિમી અને ઇન્ડિયન મુજાહિદ્દીને આતંકવાદીઓ ચૂંટણી દરમિયાન નેતાઓનું અપહરણ કરી શકે છે. આ અંગે ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કહેવામાં આવે છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન અને સિમીના આતંકી મળીને આ કાવતરું રચી રહ્યાં છે જેમાં ચૂંટણી દરમિયાન આતંકી હુમલાની વાત કહેવામાં આવી રહી છે જેનો હેતું ભટકલને છોડાવવાનો હોય શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફેબ્રુઆરી 2013માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં દાખલ આરોપપત્રમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના ટોચના આત6કવાદીઓ યાસીન ભટકલ અને અસદુલ્લા અખ્તરના નામ સામેલ કરવામાં આવેલ છે.

ભટકલ અને અખ્તર સહિત ઇન્ડિયન મુજાહિદ્દીનના ટોચના 12 સભ્યોની આ પહેલાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં મોહંમદ દાનિશ અંસારી, મોહંમદ આફતાબ આલમ, ઇમરાન ખાન, સૈયદ મકબૂલ અને ઓબૈદ-ઉર-રહમાન વિરૂદ્ધ ભારત દંડ સંહિતા હેઠળ ભારત વિરૂદ્ધ અપરાધને અંજામ આપવા માટે કાવતરું રચવા અને ગેર કાનૂની ગતિવિધીઓ અધિનિયમના વિભિન્ન દંડાત્મક જોગવાઇ હેઠળ 42 પાનાના આરોપ પત્રમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે યાસીન ભટકલ અને અસદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને ગત વર્ષે ઓગષ્ટમાં ભારત-નેપાળની સીમા નજીક પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
