Whats App પર ભારતીય સૈનિકો માટે ઘણા બધા રેસ્ટ્રિક્શન
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: શુક્રવારે કાશ્મીરના બારામૂલાના ઉરી સેક્ટરમાં આર્મી કેંપ પર જે હુમલો થયો હતો, ત્યારબાદ વોટ્સ એપ પર એક મેસેજ ઝડપથી સર્કુલેટ થયો. આ મેસેજના અનુસાર જૂનિયર ઓફિસર્સે પોતાના સીનિયર ઓફિસર્સ પર ઘણા પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા. ગુરૂવારે ભારતીય સેના તરફ થી તેને ધ્યાનમાં રાખતાં મીડિયાના ઉપયોગ સાથે જોડાયેલી નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દિધી છે.

શું છે નવી ગાઇડલાઇન્સ
ઇન્ડિયન આર્મીના ફેસબુક પર બનેલા પેજ પર આ ગાઇડલાઇન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાઇડલાઇન્સ નીચે પ્રમાણે છે.
- દરેક રેંકના પર્સન માટે સેના દ્વારા સોશિયલ મીડિયા નીતિને ફરીથી પુનરાવર્તિત કરવામાં આવી રહી છે.
- ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત જ રહેવો જોઇએ.
- કોઇપણ સ્થિતિમાં કોઇપણ પર્સનલ પોતાની ઓફિશિયલ ઓળખ ઉજાગર કરશે નહી.
- રેંક, યૂનિટ, એપોઇંટમેંટ, પ્લેસ ઑફ ડ્યૂટી અને પોતાની મૂવમેંટ વિશે કોઇપણ જાણકારી અપલોડ ન થવી જોઇએ.
- કોઇપણ પ્રકારની ઓનલાઇન પોલિંગ, આર્મ્ડ ફોર્સેજ અથવા પછી સરકાર સાથે જોડાયેલા કેંપેનથી દૂર રહે.
- ઓપરેશનલ, વહિવટી મુદ્દાઓ, સેનાની છબિ ખરાબ કરનાર મુદ્દાઓથી દૂર રહો.
- સેના, ડિફેંસ, મિનિસ્ટ્રી અને સરકારની નીતિઓ અને ગતિવિધિઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોમેંટ કરવાથી બચો.
- યૂનિફોર્મમાં ફોટોગ્રાફ અને એવું બેકગ્રાઉંડ જ્યાં આર્મીના ઇંસ્ટૉલેશન અથવા પછી તેના ઉપકરણ દેખાતા હોય અપલોડ ના કરશો.
- સૈનિકો એવા કોઇપણ ગ્રુપને ક્રિએટ ના કરે અને ના તો તેની સાથે સામેલ થાય જે ધર્મ, રાજકીય સંગઠનો, ફોરેન મિલિટ્રી નેટવર્ક કે પછી કોઇપણ કોઇપણ હેટ ગ્રુપ સાથે જોડાયેલા હોય.
- એવા કોઇપણ મેસેજને સર્કુલેટ અને પોસ્ટ ન કરે જે સેના સાથે જોડાયેલો હોય અને સેના પર અસર કરતો હોય.
વેટરેંસ પણ રાખો ધ્યાન
ભારતીય સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ગત કેટલાક સમયથી સેનાની છબિને દાગદાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અડધી હકિકતના આધારે આ પ્રકારના મેસેજને કેટલાક લોકો પોસ્ટ કરી રહ્યાં છે જેનાથી સેનાનું મનોબળ ઓછું થઇ રહ્યું છે. આ નવી પોલિસીના અનુસાર સર્વિંગ પર્સનલ, વેટરેન અને સોશિયલ મીડિયા યૂજર્સ કોઇપણ મેસેજને સર્કુલેટ કરતાં પહેલાં દરેક તથ્યની તપાસ કરી લે.
શું થયું હતું થોડા દિવસો પહેલાં
ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ વોટ્સ એપ પર એક મેસેજ ઝડપથી સર્કુલેટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં એક જૂનિયર ઓફિસરનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે અનતંનાગમાં સર્જાયેલી ઘટના બાદ વરિષ્ઠ ઓફિસરો દ્વાર તેમને સખત આદેશ આપવામાં આવ્યા છે કે તે કોઇપણ પ્રકારની એક્શન લેતાં પહેલાં દરેક વાતનું ધ્યાન રાખે. આથી તે પોતાને લાચાર ગણે છે.
આ ઉપરાંત વધુ એક મેસેજ ઝડપથી સર્કુલેટ થયો છે જેમાં શ્રીનગરમાં થયેલી પીએમ નરેન્દ્ર મોદીની રેલીનો હવાલો આપવામાં આવ્યો. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે પંડિત જવાહર લાલ નહેરૂએ 50ના દાયકામાં તે સમયે સેના પ્રમુખ જનરલ થિમૈયાના મુદ્દા પર પોતાની પીઠ ઠોંકી હતી તે પ્રમાણે નરેન્દ્ર મોદીએ પણ બડગામ ફાયરિંગ અકસ્માત બાદ સેનાનો નિર્ણયનો શ્રેય પોતાને આપી દિધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
