LAC પર શહીદ થયેલા 20 સૈનિકોની યાદી જાહેર, જાણો કોણ હતા આ 20 બહાદુર
LAC પર શહીદ થયેલા 20 સૈનિકોની યાદી જાહેર, જાણો કોણ હતા આ 20 બહાદુર
નવી દિલ્હીઃ સેના તરફથી એવા 20 સૈનિકોની યાદી જાહેર કરવામાં આવી છે જેમણે સોમવારે રાતે લાઇન ઑફ કન્ટ્રોલ પર દેશ ખાતર પોતાના જીવનું બલિદાન આપ્યું. 45 વર્ષ બાદ ચીનસાથે થયેલ આ હિંક અથડામણમાં કમાંડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ સાથે 20 સૈનિકો શહીદ થયા છે. મંગળવારે જ્યારે આ જાણકારી સામે આવી તો પહેલા માત્ર ત્રણ સૈનિકો શહીદ થયા હોવાની જ જાણકારી મળી હતી. પરંતુ રાત થતાં થતાં સેનાએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી દીધી કે 20 સૈનિકો શહીદ થયા છે.

અચાનક કર્નલ પર હુમલો થયો
સોમવારે રાતે 11.30 વાગ્યે ચીની સૈનિક અચાનક હિંસક થઇ ગયા હતા. કર્નલ બાબૂએ એ સાંજે ચીની કર્નલ સાથે મીટિંગ કરી હતી. સૂત્રો મુજબ કર્નલ બાબૂ પર ચીની સૈનિકોએ લોખંડના સળિયાથી હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત તેમના પર કાંટાવાળા ડંડાથી પણ હુમલો કરવામાં આ્યો હતો. જે બાદ કેટલાય કલાક સુધી જવાનો હથિયાર વિના લડતા રહ્યા. મંગળવારે સાંજ સુધી આ સ્થિતિ હતી અને સીનિયર કમાંડર્સે સવારે સાત વાગ્યે હાલાતનો રિપોર્ટ લીધો. સૂત્રો મુજબ 43 ચીની જવાન પણ ઠાર મરાયા છે. જ્યારે અમેરિકી ઈંટેલીજેન્સ રિપોર્ટ મુજબ આ અથડામણમાં 35 ચીની સૈનિકોના જીવ ગયા છે.
|
14 જૂને પણ પથ્થરમારો થયો હતો
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ રવિવારે એટલે કે 14 જૂને પણ ચીન તરફથી કેટલીક જગ્યાએ પથ્થરમારો થયો હતો. ભારતીય સેનાની પેટ્રોલ ટીમ સમવારે ચીની પક્ષ સાથે વાતચીત કરી રહી હતી. આ ટીમને કર્નલ સંતોષ બાબૂ લીડ કરી રહ્યા હતા અને આ 16 બિહાર રેજીમેંટની ટીમ હતી. ચીની સેનાએ પાછળ હટવાની ના પાડી દીધી અને જાણીજોઇને હાલાત જટિલ કરી મૂક્યા. ચીની જવાનોએ ભારતીય જવાનો પર પથ્થમારો કર્યો, કાંટાના તારથી લપેટેલા પથ્થર અને ચૂકો લગાવેલા ડંડાથી હુમલો કર્યો. ભારત તરફથી પણ જવાબ આપવામાં આવ્યો. ભારતના સૂ્ત્રોનું કહેવું છે કે આ દરમિયાન કોઇપણ હથિયારનો ઉપયોગ નહોતો થયો અને મોટાભાગની ઇજા ચીન તરફતી થયેલ પત્થરમારાના કારણે થઇ.

ત્રણ કલાક સુધી હુમલો કરતા રહ્યા ચીની
પીએમ મોદીએ બુધવારે દેશને ભરોસો અપાવ્યો કે 20 સૈનિકોની શહાદત વ્યર્થ નહિ જાય. તેમણે કહ્યું કે આપણા માટે દેશની એકતા અને સંપ્રભુતા સૌથી મહત્વની છે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો ઉકસાવવામાં આવ્યા તો જવાબ દેવાની ક્ષમતા પણ ધરાવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે જ્યારે સમય આવ્યો છે અમે દશની સંપ્રભુતા અને અખંડતાને સુરક્ષિત કરવા માટે ક્ષમતાઓ અને શક્તિઓને સાબિત કરી છે. બલિદાન અને સંયમ અમારા ચરિત્ર છે પરંતુ વીરતા અને હમ્મદ આપણા દેશનું ચરિત્ર છે. ચીની જવાનોએ કેટલાક ભારતીય જવાનોને પહાડની ચોટીથી નીચે પણ ફેંકી દીધા. જણાવવામાં આવી રહ્યું છે કે હિંસક અથડામણ 3 કલાક સુધી ચાલુ રહી.

અમેરિકાએ શહીદો પ્રત્યે સંવેદના જતાવી
ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર ચાલી રહેલ તણાવ પર અમેરિકા પણ સતત નજર રાખી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું કે, ભારત અને ચીન વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલ સ્થિતિ પર સતત નજર બનાવેલી છે. ભારત અને ચીન બંનેએ જ ડિ-એસ્કલેશનની ઈચ્છા જતાવી છે અને અમે આ વર્તમાન સ્થઇતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. અમેરિકી વિદેશ વિભાગ તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ભારત તરફથી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી કે એલએસી પર થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થઇ ગયા છે. વિદેશ વિભાગના પ્રવક્ા તરફથી આગળ કહેવામાં આવ્યું કે, અમે એ વાત પર ધ્યાન આપ્યું કે ભારતની સેના તરફથી 20 જવાનોના નિધનની વાત કહેવામાં આવી છે અને અમે તેમના પરિવારવાળાઓ પ્રત્યે અમારી સંવેદના જતાવીએ છીએ.

ભારતે ચીન પર આરોપ લગાવ્યો
ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ હિંસા પર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કહેવામાં આવ્યું કે બંને પક્ષોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે છ જૂને થયેલી સમજૂતીને માનવામાં આવી હોત તો આ હિંસાથી બચી શકાતું હતું. તેમણે કહ્યું કે ચીની સેનાએ એકપક્ષીય કાર્યવાહીમાં એલએસીની યથાસ્થિતિ બદલવાની કશિશ કરી હોવાથી આ હિંસા થઇ હતી. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે બંને પક્ષો વચ્ચે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવને ખતમ કરવા માટે બંને તરફથી મિલિટ્રી અને રાજનાયક સ્તરે વાર્તાલાપ ચાલુ હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
