જમ્મુ કાશ્મીર: નૌગામમાં પાકિસ્તાનની BAT ટીમના 2 સૈનિક ઠાર

ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર નૌગામ સેક્ટરમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બેટ) નો આતંકી પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે.

ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર નૌગામ સેક્ટરમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બેટ) નો આતંકી પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે. એલઓસી નજીક નૌગામમાં બેટે રવિવારે ભારતીય જવાનોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સેના ઘ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેની પુષ્ટિ કરવામાં આવી હતી. નૌગામમાં એલઓસી પર પાકિસ્તાનના બે ઘુસણખોરોને મારી નાખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાની મિલિટરી આ બંને ઘુસણખોરોને મદદ કરી રહી હતી. ઘૂસણખોરો પાસે ભારે માત્રામાં હથિયાર પણ મળી આવ્યા છે.

indian army

પાકિસ્તાની મિલિટરી પુરી મદદ કરી રહી છે

સેના ઘ્વારા જણાવ્યા અનુસાર આતંકીઓ પાસે એવા હથિયાર પણ છે, જેનાથી એક નાનું યુદ્ધ પણ લડી શકાય છે. ઘૂસણખોરો એલઓસી પાસે આવેલા જંગલોની મદદ ઘ્વારા દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને પાકિસ્તાની મિલિટરી જેવા કપડાં પહેર્યા હતા અને તેમની પાસે જે હથિયાર મળી આવ્યા છે તેમાં પાકિસ્તાની માર્કિંગ પણ છે. કેટલાક ઘૂસ્ણખોરોએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) અને ઇન્ડિયન આર્મીની જૂની સ્ટાઇલના યુનિફોર્મ ;પહેર્યા હતા.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કરાવી શકે છે પાકમાં વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક

સેના ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકી સેના પર મોટા અને ખતરનાક હુમલાની કોશિશમાં લાગ્યા હતા. સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પાકિસ્તાન ઔરથોરીટીને અનુરોધ કરશે કે માર્યા ગયેલા ઘૂસ્ણખોરોની લાશ લઇ જાય. સેના અનુસાર પાકિસ્તાન તરફથી ઘુસણખોરોને જે પ્રકારની મદદ કરવામાં આવી રહી છે તેનાથી લાગે છે કે તેઓ પાકિસ્તાન સૈનિક છે.

આ પણ વાંચો: ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X