India Today exit poll : ત્રિપુરામાં ફરીથી બીજેપીની સરકાર, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ?
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે, ભાજપ આ વખતે રાજ્યમાં વધુ બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ભાજપને 45 ટકા વોટ શેર મળવાની ધારણા છે.
નવી દિલ્હી : દેશના પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. આ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના સર્વેમાં ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર દેખાઈ રહી છે.

ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ત્રિપુરાની 60 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષોને 36 થી 45 બેઠકો મળી શકે છે. આ સિવાય લેફ્ટ અને તેના સાથી પક્ષોને 6 થી 11 બેઠકો મળવાનો અંદાજ છે. TMPના ખાતામાં 9-16 બેઠકો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2018માં ભાજપે અહીં 35 બેઠકો જીતી હતી.
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે, ભાજપ આ વખતે રાજ્યમાં વધુ બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકે છે. એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ભાજપને 45 ટકા વોટ શેર મળવાની ધારણા છે. જ્યારે લેફ્ટ અને કોંગ્રેસને 32 ટકા, ટીએમપીને 20 ટકા અને અન્યને લગભગ 3 ટકા મત મળવાની ધારણા છે.
પોલમાં 27 ટકા લોકો બીજેપીના વર્તમાન સીએમ માણિક સરકારને ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 14 ટકા લોકો સીપીએમ નેતા જિતેન્દ્ર ચૌધરીને સીએમ તરીકે જોવા માંગે છે. આ સિવાય 14 ટકા લોકો ભાજપના કોઈપણ નેતાને મુખ્યમંત્રી તરીકે સ્વીકારે છે. નવી પાર્ટી ટીએમપીના પ્રદ્યોત દેબ બર્માને 11 ટકા લોકો સીએમ તરીકે સ્વીકારે છે.
મતની ટકાવારીની વાત કરીએ તો, લેફ્ટ-કોંગ્રેસને STના 18 ટકા, SCના 36 ટકા, OBCના 35 ટકા અને જનરલ કેટેગરીના 34 ટકા વોટ મળી શકે છે. ટીએમપીને 51 ટકા એસટી, 3 ટકા એસસી, 2 ટકા ઓબીસી અને 2 ટકા જનરલ વોટ મળી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
