મંકીપૉક્સના વાયરસને ભારતે કર્યુ આઈસોલેટ, વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા
દેશમાં મંકીપૉક્સના વધતા જોખમ વચ્ચે ભારતની આરોગ્ય એજન્સીઓ તેને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. જાણો ભારતને શું સફળતા મળી.
નવી દિલ્લીઃ દેશમાં મંકીપૉક્સના વધતા જોખમ વચ્ચે ભારતની આરોગ્ય એજન્સીઓ તેને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીએ બુધવારે જણાવ્યુ હતુ કે અમે મંકીપૉક્સના દર્દીઓમાંથી વાયરસની ક્લિનિકલ પ્રજાતિઓને સફળતાપૂર્વક અલગ કરી દીધી છે. મંકીપોક્સની રસી બનાવવાની દિશામાં અમે પ્રથમ મોટા અવરોધને દૂર કર્યો છે. આ પગલુ દેશના સંશોધકોને મંકીપૉક્સની રસી બનાવવા માટે ભવિષ્યના સંશોધનમાં મદદ કરશે. હાલમાં મંકીપૉક્સની રસી ડેનમાર્કની એક કંપની પાસે છે.

NIV પુણેના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. પ્રજ્ઞા યાદવે જણાવ્યુ હતુ કે મંકીપૉક્સ વાયરસને અલગ કરવાથી તેની શોધ માટે કીટ તૈયાર કરવામાં તેમજ ભવિષ્યમાં મંકીપૉક્સની રસી તૈયાર કરવામાં મદદ મળશે. શીતળાની રસી અગાઉ એ જ રીત પર સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. આ વખતે પણ આવો જ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ વાયરસને અલગ કરવાથી સંશોધકોને તેની વર્તણૂક સમજવામાં મદદ મળશે કે આખરે તે લોકોને કેવી રીતે સંક્રમિત કરે છે, આ ચેપને કેવી રીતે વધતો અટકાવવો, તે સમજવામાં મદદ કરશે.
મંકીપૉક્સ વાયરસ એ ડબલ-સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસ છે જે બે અલગ-અલગ જિનેટીક ક્લેડ ધરાવે છે. સેન્ટ્રલ આફ્રિકન અને વેસ્ટ આફ્રિકન ક્લેડ. ચેપગ્રસ્ત દર્દીની અંદર એક પ્રકારનુ પ્રવાહી નાખવામાં આવે છે જેની મદદથી જીવંત વાયરસને અલગ કરવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે પદાર્થ પેથોજેનમાં રૂપાંતરિત થાય છે અને વાયરસ તેનાથી અલગ થઈ જાય છે. આ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને તેને ઉચ્ચ જૈવ-સુરક્ષા સ્તરની જરૂર છે. આવી ટેક્નોલોજી વિશ્વમાં ભાગ્યે જ ક્યાંય ઉપલબ્ધ છે. આ જ ટેકનિકનો ઉપયોગ કોરોના વાયરસના સમયે પણ કરવામાં આવ્યો હતો. NIVમાં કોરોના વાયરસને અલગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભારત બાયોટેકે તેના પર સંશોધન શરૂ કર્યુ હતુ. તેઓ આના પર પણ સમાન પ્રક્રિયાને અનુસરી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
