જાધવના કાઉન્સિલર એક્સેસ માટે પાકિસ્તાને ચાલી ચાલ, 3 શરત માનવાનો ભારતનો ઈનકાર
પાકિસ્તાન તરફથી ગુરુવારે તેની જેલમાં કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતે શુક્રવારે આ એક્સેસ લેવાનો ઈનકાર કરી દીધો છે.
પાકિસ્તાન તરફથી ગુરુવારે તેની જેલમાં કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતે શુક્રવારે આ એક્સેસ લેવાનો ઈનકાર કરી દીધો છે અને સ્પષ્ટ કરી દીધુ છે કે મોનિટરીંગ સાથે મુલાકાત સંભવ નથી. સાથે ભારતે એ પણ કહ્યુ છે કે પાકિસ્તાન રોક-ટોક વિનાનુ કાઉન્સિલર પૂરુ પાડે. 17 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ (આઈસીજે) તરફથી જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવી હતી.

ICJના ચુકાદાના 10 દિવસ બાદ જાગ્યુ પાક
આઈસીજેનો ચુકાદો આવ્યાના 10 દિવસ બાદ પાકિસ્તાન તરફથી જાધવનો કાઉન્સિલર એક્સેસ આપવાનું એલાન કરવામાં આવ્યુ પરંતુ આ સાથે જ ત્રણ શરતો રાખવામાં આવી હતી અને પાકનુ કહેવુ હતુ કે શરતો તેના કાયદા મુજબ છે. પાકિસ્તાન ઈચ્છે છે કે જે સમયે ભારતના અધિકારીઓ જાધવ સાથે મુલાકાત કરે, પાક અધિકારીઓ ત્યાં હાજર રહે. આ સાથે જ મુલાકાત સીસીટીવી કેમેરા સામે થવી જોઈએ એકદમ એવી રીતે જેમ જાધવના પરિવાર સમયે થઈ હતી. સૂત્રોની માનીએ તો ભારતે સ્પષ્ટ સંદેશ પાકને આપ્યો છે અને કહ્યુ છે કે જાધવને કોઈ પણ સ્થિતિમાં કાઉન્સિલર એક્સેસ મળવુ જોઈએ અને તે પણ ડરના માહોલ વિના.
ભારતે યાદ અપાવ્યુ વિએના કન્વેન્શન
ભારતે કહ્યુ છે કે વિએના કન્વેન્શનના આર્ટીકલ 36નો પહેલો પેરેગ્રાફ કહે છે કે, 'પોતાના નાગરિક સાથે વાત કરવા માટે કાઉન્સિલર ઓફિસર્સ સંપૂર્ણપણે ફ્રી હશે. આ રીતે જે નાગરિકને કાઉન્સિલર એક્સેસ આપવામાં આવ્યુ છે તે પણ કાઉન્સિલર ઓફિસર્સનો સંપર્ક કરવા અને તેમની સાથે વાત કરવા માટે સંપૂર્ણપણે આઝાદ હશે.' જાધવને માર્ચ 2016માં પાકિસ્તાને કસ્ટડીમાં લીધા હતા અને તેમને એપ્રિલ 2017માં મિલિટ્રી ઑફ કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આઈસીજેએ કહ્યુ હતુ કે કાઉન્સિલર એક્સેસ જાધવનો મૌલિક અધિકાર છે. આઈસીજેએ આના આધારે પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તે જાધવને વિએના કન્વેન્શન હેઠળ કાઉન્સિલર એક્સેસ આપે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
