આર્ટિકલ 370 ખતમ થયા બાદ અકળાયેલા પાકિસ્તાનને ભારત તરફથી પહેલો મેસેજ
ભારત તરફથી પહેલી વાર પાકિસ્તાનના વલણ પર અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે નિવેદન જાહેર કર્યુ છે.
પાંચ ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 370ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી પાકિસ્તાન અકળાયેલુ છે. તેણે ઘણા એવા પગલા ઉઠાવ્યા છે જે તેના માટે અહિતકર છે. હવે ભારત તરફથી પહેલી વાર પાકિસ્તાનના વલણ પર અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે નિવેદન જાહેર કર્યુ અને પાકના પગલાઓ પર અફસોસ વ્યક્ત કર્યો છે.

નિર્ણયો પર એક વાર સમીક્ષા કરે પાકિસ્તાન
વિદેશ મંત્રાલય તરફથી જે નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, 'ભારત સરકાર એ પગલા પર અફસોસ વ્યક્ત કરે છે જે કાલે પાકિસ્તાન તરફથી લેવામાં આવ્યા છે. આ સાથે અમે તેમને અપીલ કરીએ છીએ કે એક વાર એ નિર્ણયોની સમીક્ષા કરે જેથી કૂટનીતિજ્ઞ સંપર્કના સામાન્ય માધ્યમોને સંરક્ષિત રાખી શકાય.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ, 'અમે એવા રિપોર્ટ્સ જોયા છે કે પાકિસ્તાનને નિર્ણય કરી લીધો દ્વિપક્ષીય સંબંધો અંગે અમુક નક્કી પગલા ઉઠાવવા જઈ રહ્યા છે જેમાં રાજનાયિક સંબંધોને ઘટાડવાનું પણ શામેલ છે.'
ભારતના રાજદૂત બિસારિયાને કાઢ્યા
બુધવારે પાકિસ્તાને એક વાર ફરીથી પોતાના એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કર્યો. સાથે તેણે પોતાના હાઈ કમિશ્નરને ભારતથી બોલાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને ભારતના હાઈ કમિશ્નર અજય બસારિયાને કાઢી દીધા છે અને ભારત સાથે બધા પ્રકારના દ્વિપક્ષીય વેપારી સંબંધ ખતમ કરી દીધા છે. પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એલાન કર્યુ કે પાકિસ્તાન, દિલ્લીથી પોતાના રાજદૂતને પાછા બોલાવી રહ્યુ છે. જ્યારે સરકાર તરફથી નિવેદન જાહેર કરીને વ્યાપારી સંબંધ ખતમ કરવાની માહિતી આપવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
