India Or Bharat: કેન્દ્ર સરકારે નામ બદલવાની વાતને ગણાવી અફવા
સંસદના વિશેષ સત્ર બાદ વિવિધ મુદ્દાઓ પર સતત ચર્ચા થઈ રહી છે. ત્યારે મંગળવારે નવો વિવાદ સર્જાયો હતો. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા G20 સમિટ માટે ડિનરનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું.
જે બાદ વિપક્ષે તે પત્ર અંગે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે વિશેષ સત્ર એટલા માટે બોલાવવામાં આવી રહ્યું છે જેથી ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય. હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અટકળોને ફગાવી દીધી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવા અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મને લાગે છે કે આ માત્ર અફવાઓ છે જે થઈ રહી છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ભારત શબ્દ સામે જેને વાંધો છે તે તેની માનસિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે.
રાષ્ટ્રપતિના ડિનરના આમંત્રણ પર અનુરાગ ઠાકુરે કહ્યું કે રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ છે... તો તેમણે ભારતના રાષ્ટ્રપતિ લખ્યુ તો શું? ઠાકુરે કહ્યું, હું ભારત સરકારમાં મંત્રી છું. આમાં કંઈ નવું નથી. G20-2023 (બ્રાન્ડિંગ, લોગો) પર ઇન્ડિયા અને ભારત બંને લખેલા છે, તો પછી ભારત નામ સામે શા માટે વાંધો?
તેમણે કહ્યું, શા માટે ભારત તરફથી કોઈને વાંધો છે? આ તેની માનસિકતા દર્શાવે છે. તેઓ હૃદયમાં ઇન્ડિયા કે ભારત વિરુદ્ધ છે. તેઓ જ્યારે વિદેશ જાય છે ત્યારે ભારતની ટીકા કરે છે. જ્યારે તેઓ ભારતમાં હોય છે ત્યારે તેમને ભારતના નામ સામે વાંધો હોય છે.
ઠાકુરે વધુમાં કહ્યું કે, આને કોણે ડ્રોપ કર્યું છે? (ભારત શબ્દ)...કોઈએ તેને છોડ્યો નથી. જો તમે G-20 બ્રાન્ડિંગને જુઓ તો પણ...તે ભારત 2023 અને ઇન્ડિા બન્ને લખેલુ છે. શા માટે કોઈને ભારત આ રીતે લખવામાં આવે તો અનુમાન અથવા વાંધો છે? આ બ્રાન્ડિંગ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કહ્યું, "સંસદનું આ વિશેષ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે?
કેન્દ્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી, અમે માંગ કરીએ છીએ કે ભાજપે થોડી પારદર્શિતા બતાવવી જોઈએ અને દેશની જનતાને આ વિશેષ સત્રના એજન્ડા વિશે જણાવવું જોઈએ.ભાજપ ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગઈ છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, શું તમે ક્યારેય એવી સરકાર જોઈ છે જે વિપક્ષ સાથે વાત કરે છે?"
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
