અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત
આગલા મહિનાથી અમેરિકી પ્રતિબંધો છતાં ભારત ઈરાન પાસેથી તેલ આયાત કરતુ રહેશે.
આગલા મહિનાથી અમેરિકી પ્રતિબંધો છતાં ભારત ઈરાન પાસેથી તેલ આયાત કરતુ રહેશે. બે ઈન્ડસ્ટ્રી સૂત્રોએ કહ્યુ છે કે નવેમ્બરમાં ભારત 9 મિલિયન બેરલ ઈરાની તેલ ખરીદશે. ભારત માટે ઈરાન હાલમાં ત્રીજુ સૌથી મોટુ તેલ આયાતકાર દેશ છે. જેના પર નવેમ્બરથી અમેરિકાનો પ્રતિબંધ લાગુ થઈ જશે. ભારતે ફારસ ખાડી રાષ્ટ્ર પાસેથી 1.254 મિલિયન ટન કાચા તેલની આયાતનો કરાર કર્યો છે. વળી, અમેરિકી પ્રતિબંધો બાદ ભારત હવે ડૉલરમાં ચૂકવણી કરવાના બદલે રૂપિયામાં લેવડદેવડ કરવાની તૈયારીમાં છે.

ઔદ્યોગિક સૂત્રોએ કહ્યુ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસી), મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ) એ નવેમ્બરમાં આયાત માટે 1.25 મિલિયન ટન ઈરાની તેલનો કરાર કર્યો છે અને તે જ મહિનાથી ઈરાનના તેલ ક્ષેત્રના વિરોધમાં અમેરિકી પ્રતિબંધ શરૂ થવાના છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ આવતા મહિને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ 6 મિલિયન બેરલ ઈરાની તેલ અને મેંગલોર રિફાઈનરી તેમજ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ 3 મિલિયન બેરલ ઓઈલ ખરીદશે.
અમેરિકા 4 નવેમ્બરથી ઈરાનના તેલ ક્ષેત્રને અવરોધીને નવા પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી ચૂક્યુ છે જેથઈ સીરિયા અને ઈરાક સંઘર્ષમાં તેહરાનની ભાગીદારીને રોકવાની કોશિશ કરી શકે. આ વર્ષે ટ્રમ્પે ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલને રદ કરીને તેમના પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. અમેરિકા પોતાના આ પગલાંથી ઈરાનને તેમના બેલિસ્ટિક મિસાઈલના મુદ્દા અંગે વાતચીત માટે ટેબલ પર લાવવા ઈચ્છે છે. ભારતીય તેલ કંપનીઓને આ મામલે મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યુ કે ભારત ઈરાન અને અમેરિકા જેવા બંને એનર્જી પાર્ટનર સાથે પોતાના સંબંધો ચાલુ રાખી રહ્યુ છે. ભારતીય તેલ કંપનીઓએ ઓક્ટોબર માટે ઈરાન પાસેથી 10 બિલિયન બેરલ ઓઈલ ખરીદ્યુ છે પરંતુ નવેમ્બરમાં આયાતમાં ઘટાડો થવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
