અવકાશમાં મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ભારત, ઈસરો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીને ઇતિહાસ સર્જશે
ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ને સફળતાપુર્વક લેન્ડ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. હવે ભારત બહુ જલ્દી અવકાશમાં પોતાનું કાયમી ઠેકાણું સ્થાપિત કરવા જઈ રહ્યું છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચીનના તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પછી ભારત વિશ્વનું ત્રીજું સ્પેસ સ્ટેશન બનાવશે. આ ISS અને ચીનના સ્પેસ સ્ટેશનની સરખામણીમાં ખાસ હશે. આ ઉપલબ્ધિ ભારતને અવકાશમાં સુપર પાવર બનાવી દેશે.

ચંદ્રયાન-3 મિશન પછી ભારતે આદિત્ય એલ-1 મિશન લોંચ કરી દીધુ છે અને બહુ જલ્દી મહત્વાકાંક્ષી મિશન ગગનયાન શરૂ થવા જઈ રહ્યું છે. ગગનયાન ISROનું પ્રથમ માનવ મિશન હશે. આ પછી તરત જ ભારત સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યું છે.
ભારત દ્વારા બનાવવામાં આવનાર સ્પેસ સ્ટેશનનું વજન 20 ટન હશે. બીજી તરફ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું વજન લગભગ 450 ટન અને ચીનના સ્પેસ સ્ટેશનનું વજન લગભગ 80 ટન છે. ISRO તેને એવી રીતે તૈયાર કરવાની યોજના ધરાવે છે કે તેમાં 4-5 અવકાશયાત્રીઓ રહી શકે. તેને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ પૃથ્વીની 400 કિલોમીટર અવકાશમાં હશે.
ભારતના સ્પેસ સ્ટેશનની જાહેરાત 2019 માં ISROના તત્કાલિન ચેરમેન કે સિવને કરી હતી. તેમણે કહ્યું હતું કે ગગનયાન મિશન પછી ભારત 2030 સુધીમાં આ સપનું પૂરું કરશે. ગગનયાન મિશન તેનો પ્રથમ તબક્કો છે. જેમાં અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર દૂર LEO ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. જ્યાં સુધી ગગનયાન મિશન જશે ત્યાં ભારતે સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે.
ખાસ વાત એ છે કે ભારત સરકારે સ્પેસ ડોકિંગ જેવી ટેક્નોલોજી પર સંશોધન માટે બજેટમાં જોગવાઈ કર્યા બાદ આ આશાને વધુ બળ મળ્યું છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ સ્પેસ સ્ટેશનમાં થાય છે.
ભારતનું સ્પેસ સ્ટેશન તૈયાર થાય તે પહેલા જ અમેરિકા ભારતીય અવકાશયાત્રીઓને તાલીમ આપશે. આ માટે નાસા અને ઈસરો વચ્ચે કરાર પણ કરાયા છે. 2024માં ભારતના બે અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે.
આ પહેલા તેમને અમેરિકાના હ્યુસ્ટન સ્થિત જોન્સન સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ આપવામાં આવશે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સમયે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચંદ્રયાન-3ની માહિતી આ મિશન માટે ઉપયોગી થશે અને નાસા ભારતીય અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર રહેવાની તાલીમ આપશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગગનયાન મિશન પછી અવકાશયાત્રીઓ ટ્રેનિંગ માટે જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
