સ્વિટ્ઝર્લેન્ડની બેન્કમાં કાળુ નાણું રાખનાર 50 લોકોના નામનો ખુલાસો, જાણો કોણ છે
કાળા નાણા મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ ઓથોરિટીઝે સ્વિસ બેન્કમાં અકાઉન્ટ રાખનાર ભારતીયોના નામ જાહેર કરવાની શરૂઆત કરી છે.
કાળા નાણા મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ ઓથોરિટીઝે સ્વિસ બેન્કમાં અકાઉન્ટ રાખનાર ભારતીયોના નામ જાહેર કરવાની શરૂઆત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના અધિકારીઓએ આવા 50 ભારતીયોની માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ એવા લોકો છે જેમના સ્વિટઝર્લેન્ડમાં બેન્ક અકાઉન્ટસ છે અને તેમણે કાળુ નાણું છુપાવ્યું છે. ભારત અને સ્વિટ્ઝર્લેન્ડની એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. વર્ષ 2015માં જ્યારે મોદી સરકાર પહેલીવાર સત્તામાં આવી ત્યારથી જ કાળા નાણાનો મુદ્દો ગરમાયેલો છે.

ટેક્નોલોજી સેક્ટરથી એન્જિનિયરિંગ સુધી
જે 50 ભારતીય બિઝનેસમેન ખાતાધારોકની માહિતી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, તેમાં એવી કંપનીઓ છે, જે ફક્ત કાગળ પર છે. તેમાં ભારતીય રિયલ એસ્ટેથી લઈ નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી સેક્ટરથી લઈ પેઈન્ટ, હોમ ડેકોરેશન, ટેક્સટાઈલ, એન્જિનિયરિંગનો સામાન બનાવનાર, ઘરેણાં અને આ પ્રકારના સેક્ટર્સ સાથે જોડાયેલા છે. આ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું છે. આ પક્રિયામાં સામેલ અધિકારીઓના કહેવા પ્રમાણે બંને દેશો વચ્ચે તંત્રની સહમતી શરૂ થઈ ચૂકી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પાછલા કેટલાક વર્ષોમાં કાળુ નાણું છુપાવવાની જગ્યાને સુરક્ષિત જગ્યા તરીકે જોવામાં આવે છે. ભારતમાં આ મુદ્દો રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ બની રહ્યો છે.

સ્વિસ સરકારે જાહેર કર્યું ગેઝેટ
સ્વિટ્ઝર્લેન્ડની સરકાર તરફથી જાહેર કરાયેલા ગેઝેટમાં પાછલા કેટલાક અઠવાડિયામાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય નામ છે કૃષ્ણ ભગવાન રામચંદ, પોટલુરી રાજમોહન રાવ, કલ્પેશ હર્ષદ કિનારીવાલા, કુલદીપસિંહ ધીંગરા, ભાષ્કરન નલિની, લલિતાબેન ચીમનભાઈ પટેલ, સંજય દાલમિયા, પંકજકુમાર સરાઓગી, અનિલ ભારદ્વાજ, તહરાની રેનુ ટીકમદાસ, મહેશ તીકમદાસ તહરાની, સવાની વિજય કન્હૈયાલાલ, ભાષ્કરન થરૂર, કલ્પેશભાઈ મહેન્દ્ર ભાઈ, અજોયકુમાર અને દિનેશકુમાર હિમતસિંગકા, રતનસિંહ ચૌધરી તેમજ કઠોતિયા રાકેશકુમાર.

કેટલાક નામના પહેલા અક્ષર જ જાહેર કરાયા છે
આ ઉપરાંત કેટલાક કેસ એવા પણ છે, જેમના નામના ફક્ત પહેલા જ અક્ષર જાહેર કરવામં આવ્યા છે. 24 નવેમ્બર 1944ના રોજ જન્મેલા ASBK, 9 જુલાઈ 1944ના રોજ જન્મેલા ABKI, 2 નવેમ્બર 1983ના રોજ જન્મેલા PAS, 22 નવેમ્બર 1973ના રોજ જન્મેલા RAS, 27 નવેમ્બર1944ના રોજ જન્મેલા APS, 14 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા ADS, 20 મે 1935ના રોજ જન્મેલા MLA, 21 ફેબ્રુઆરી 1968ના રોજ જન્મેલા NMA, 27 જુન 1973માં જન્મેલા MMA. આમાંથી મોટા ભાગના લોકો અને તેની કંપનીઓ કોલકાતા, ગુજરાત, બેંગ્લોર અને મુંબઈમાં સ્થિત છે.

લોકોને મોકલાઈ નોટિસ
સ્વિસ ઓથોરિટીઝ તરફથી મોટા પાયે ભારતીયોને નોટિસ જાહેર કરવામાં આવી છે. પનામા પેપર્સ અને HSBC બેન્કમાં જે લોકોના નામ આવ્યા હતા, તે ભારતીયોના નામ પણ આ ગેજેટમાં છે. આ લોકોની તપાસ ભારતમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઈડી તરફથી ચાલી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડ હંમેશા એ વાતની ના પાડતું આવ્યું છે કે તેમના દેશમાં કાળુ નાણું રાખનાર લોકોને જગ્યા નથી આપતા. બાદમાં પાછલા કેટલાક વર્ષોમાં નાણાકીય દગાખોરીના પુરાવા મળ્યા બાદ અનેક દેશોએ ખાતા ધારકોના નામ જાહેર કરવાની શરૂઆત કરી છે. સ્વિસ ઓથોરિટીઝે માર્ચથી અત્યાર સુધઈમાં 50 ભારતીય ખાતાધારકોને નોટિસ આપી તેમની માહિતી ભારત સરકારને આપતા પહેલા એક અપીલ કરવાની તક આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
