ભારતનો ઇ-બોમ્બ દુશ્મનોના ઇ-નેટવર્કનો બોલાવશે કચ્ચરઘાણ
હૈદરાબાદ, 29 ઓગસ્ટ : ભારતીય સંરક્ષણ વિભાગે ઇ-બોમ્બ બનાવવામાં સફળતા હાંસલ કરી છે. હવેથી સરહદે થનારા યુદ્ધ દરમિયાન બંદૂકો અને મોર્ટાર સેલના અવાજ નહીં સભળાય. કારણ કે ભારતીય સેના હવે ઇ-બોમ્બથી સજ્જ બની છે. ઇ બોમ્બના ઇલેક્ટ્રોમેગ્નેટિક શોક તરંગો દુશ્મનની તમામ ઇલેક્ટ્રોનિક સર્કિટ અને કમ્યુનિકેશનના નેટવર્કને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. દેશની સરંક્ષણ વિકાસ સંસ્થા ડીઆરડીઓ પ્રમુખ અવનીશ ચંડેરે આ જણાવ્યું હતું.
એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં ચંડેરે જણાવ્યું કે, "તે એવું હથિયાર હશે જે તીવ્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક મુક્ત કરશે, જે તેના કવરેજ એરિયામાં રહેલા હથિયારોને શોધી શકશે. તેનાથી નિર્ધારિત લક્ષ્યનું સ્પેક્ટ્રમ બોર્ડ પર જોઈ શકાશે. આ બોમ્બ દુશ્મનના પ્રત્યાયન, સંચાલન અને નિયંત્રણની સમગ્ર સિસ્ટમને બ્રેક કરી શકશે. હૈદરાબાદ ખાતેની ડીઆરડીઓ લેબોરેટરીમાં આ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. થોડા જ વર્ષોમાં આ બોમ્બને સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાશે.

ડીઆરડીઓના ડિરેક્ટર જનરલે કહ્યું કે આ ઇ-બોમ્બ તમામ પ્રકારના સંચાર વ્યવસ્થા, તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોને નષ્ટ કરી શકે છે. આ ઇ-બોમ્બ દુશ્મન સેનાના મોબાઇલ ટાર્ગેટ, હવાઈ સુરક્ષા વ્યવસ્થા તેમજ મોબાઇલ રડાર સહિતની સંચાર વ્યવસ્થાને નષ્ટ કરવા માટે સેનાને ઉત્તમ વિકલ્પ પૂરો પાડશે.
ઇ-બોમ્બમાં ગોઠવાયેલ જીપીએસ સિસ્ટમ તેને આસપાસના જોખમનો અંદાજ આપશે અને તેના આધારે આગામી હુમલાની વ્યુહરચના ઘડાવામાં ઉપયોગી બનશે. અન્ય એક ડીઆરડીઓ અધિકારની કહ્યા પ્રમાણે આ ઇ-બોમ્બ વિમાનવાહક જહાજ દ્વારા તેમજ ક્રુઝ મિસાઇલ દ્વારા પ્રહાર કરવા સક્ષમ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
