IND vs SL: કોહલીની વધુ એક ધમાકેદાર સદી, સચિનના રેકોર્ડની બરાબરી કરી
કોહલીએ તેના વન ડે કરિયરની 45મીં સદી ફટકારી છે. હવે તે સચિનના રેકોર્ડથી માત્ર 4 સદી દુર છે. સચિને સૌથી વધુ 49 સદી ફટકારી છે.
ગુવાહાટી : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરિઝની પ્રથમ મેચમાં વિરાટ હોકલીએ ધમાકેદાર સદી ફટકારી છે. ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મેચમાં વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. કોહલીએ આ સદી સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બરાબરી કરી છે.

સતત ત્રણ વર્ષ ખરાબ ફોર્મથી પરેશાન વિરાટ કોહલી હવે ફોર્મમાં પરત ફર્યો છે અને છેલ્લા ત્રણ મેચમાં એક પછી એક ત્રણ સદી ફટકારી છે. ગુવાહાટીમાં વિરાટ કોહલીએ તેના કરિયરની 45મી સદી ફટકારી હતી. અહીં તેને 80 બોલમાં સદી પુરી કરી વધુ એક રેકોર્ડની બરાબરી કરી છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારતમાં 160 વન ડે ઈનિંગ્સમાં 20 સદી ફટકારી છે. જ્યારે કોહલીએ માત્ર 99 ઈનિંગ્સમાં આ રેકોર્ડની બરાબરી કરી છે. કોહલીએ લાંબા સમય બાદ ભારતમાં સદી ફટકારી છે. આ પહેલા તેને માર્ચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.
હવે કોહલીએ એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 9 અને સચિને ઓસ્ટ્રેલિયા સામે આટલી જ સદી ફટકારી હતી. હવે કોહલીએ શ્રીલંકા સામે પણ 9 વનડે સદી ફટકારી છે.
વનડેમાં સૌથી વધુ સદીની વાત કરીએ તો વિરાટ કોહલીએ 257 ઇનિંગ્સમાં 45મીં વન ડે સદી ફટકારી છે. જ્યારે સચિને 452 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. હવે એ દિવસો દુર નથી જ્યારે કોહલી સચિનના રેકોર્ડને પોતાના નામે કરે.
કોહલીની ધમાકેદાર સદી અને રોહિત અને શુભમન ગિલની અડધી સદીના દમ પર ભારતે શ્રીલંકામે 374 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
