કેન્દ્રિય કર્માચારીઓને સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

નવી દિલ્હી : વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ હવે વધીને 42 ટકા થઈ ગયુ છે. વધેલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2023થી કર્મચારીઓને મળશે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં વધારા માટે 12,815 રૂપિયા ખર્ચ કરશે.
આનાથી લગભગ 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને લાભ થશે. કેન્દ્ર સરકારે 7માં કેન્દ્રીય પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલી ફોર્મ્યુલા અનુસાર, આ ડીએમાં વધારો કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ડીએ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જાન્યુઆરી 2023થી મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.
અહીં જણાવી દઈએ કે, છેલ્લે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં ડીએમાં વધારો કર્યો હતો. જે 1 જુલાઈ 2022 થી અત્યાર સુધી મળી રહ્યું છે. તે સમયે પણ તેમાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કરવામાં આવ્યુ હતુ. વધતી મોંઘવારીની ભરપાઈ કરવા સરકાર તેના કર્મચારીઓને ડીએ આપે છે અને પેન્શનરોને મોંઘવારી રાહત આપે છે. તેની ગણતરી લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-IW ના આધારે કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
