BBC documentary controversy બાદ બીબીસી દિલ્હી ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગની રેડ, કર્મચારીઓના ફોન જપ્ત કરાયા
BBC documentary controversy : સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ઓફિસમાં આઈટી સર્વે ચાલી રહ્યો છે.
BBC documentary controversy : તાજેતરમાં બીબીસી દ્વારા જાહેર કરવામાં આવેલી વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બનાવવાને કારણે ચર્ચામાં આવેલી BBCની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ઓફિસમાં આઈટી સર્વે ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ સાથે કર્મચારીઓને પણ ઓફિસ છોડીને વહેલા ઘરે જવા માટે પણ કહેવામાં આવ્યું છે.
કેજી માર્ગ પર સ્થિત બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જ આવકવેરા વિભાગની દિલ્હીની ટીમ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં બીબીસી પરિસર પર પણ નજર રાખી રહી છે. ઈન્કમટેક્સ વિભાગ આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્રાન્સફર પ્રાઈસિંગમાં ઇરરેગ્યુરાલિટીના આરોપોને લઈને બીબીસી પરિસરમાં સર્ચ કરી રહ્યું છે.
पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
— Congress (@INCIndia) February 14, 2023
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकाल
કોંગ્રેસે બીબીસી ઓફિસમાં થઈ રહેલી કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. બીબીસી પરિસરમાં આઈટી વિભાગ દ્વારા રેડ કરવા અંગે કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ મૂકાયો. હવે બીબીસી પર આઈટી વિભાગની રેડ. અઘોષિત ઈમરજન્સી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
