Income Tax : નવા પૉર્ટલ દ્વારા ઇન્કમટૅક્સ રિટર્ન કઈ રીતે ભરશો અને નવા પૉર્ટલમાં શું છે ખાસ?
Income Tax : નવા પૉર્ટલ દ્વારા ઇન્કમટૅક્સ રિટર્ન કઈ રીતે ભરશો અને નવા પૉર્ટલમાં શું છે ખાસ?

ઇન્કમટૅક્સ રિટર્નના ઈ-ફાઇલિંગ માટે નવું પૉર્ટલ નાણામંત્રાલય દ્વારા સોમવારે 7 જૂને લૉન્ચ કરવામાં આવશે.
ઇન્કમટૅક્સ રિટર્નના નવા ઈ-ફાઇલિંગ પૉર્ટલનો ઉપયોગ કરદાતા www.incometax.gov.in વેબસાઇટથી કરી શકશે.
https://twitter.com/IncomeTaxIndia/status/1401743322188709895
આ પૉર્ટલ દ્વારા સરળતાથી ઇન્કમટૅક્સ રિર્ટન ભરી શકાશે, એવો દાવો કરવામાં આવે છે.
જૂની વેબસાઇટ www.incometaxindiafiling.gov.in કામ કરશે?
અત્યાર સુધી ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલિંગ માટે www.incometaxindiafiling.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
નાણામંત્રાલય પ્રમાણે હવે રિટર્ન માટે www.incometaxindiafiling.gov.in વેબસાઇટના બદલે www.incometax.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે.
ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા મોબાઇલ ઍપ
આ સાથે જ ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા માટે એક મોબાઇલ ઍપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જેને આગામી 18 જૂને લૉન્ચ કરવામાં આવશે.
ઇન્કમટૅક્સ રિર્ટન ફાઇલ કરવા માટે કોઈ અગવડતા ન થાય તે માટે નાણાં મંત્રાલયે એક કૉલ સેન્ટર પણ લૉન્ચ કર્યું છે.
- ગુજરાતમાં બિટકોઇનનું ભૂત હજી કેટલા લોકોનો ભોગ લેશે?
- અદાણી અંબાણીને પછાડીને ભારતની સૌથી પૈસાદાર વ્યક્તિ બની જશે?
ઇન્કમટૅક્સ રિટર્નના નવા પૉર્ટલમાં શું ખાસ છે?

નાણામંત્રાલયના જણાવ્યા પ્રમાણે www.incometax.gov.in વેબસાઇટ દ્વારા થોડી જ મિનિટોમાં ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે.
કરદાતા પોતાની આવક, મકાનનું ભાડું સહિતની વિગતોને પડેટ કરી શકશે.
રિર્ટન ફાઇલ કર્યા બાદ કોઈ માહિતી ભરવાની બાકી રહી ગઈ હશે અથવા કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના બાકી રહી ગયા હશે તો તેની માહિતી સિંગલ ડૅશબોર્ડની મદદથી જોઈ શકાશે.
ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલિંગની ઝડપી પ્રક્રિયા સાથે રીફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
રિટર્ન ફાઇલ કરતી વખતે પ્રશ્નો હોય તો શું કરવું?
https://www.youtube.com/watch?v=xmFwkVUx2p8
રિર્ટન ફાઇલ કરનારાઓ માટે આ નવા પૉર્ટલમાં ITR પ્રિપરેશન સોફ્ટવૅર આપવામાં આવ્યું છે. રિર્ટન ભરતી વખતે જો કોઈ પ્રશ્નો હોય તો તેના જવાબ અહીં મેળવી શકાશે.
હાલમાં ITR-1 અને ITR-4 ફાઇલ કરતા કરદાતાઓ માટે પૉર્ટલમાં આ સોફ્ટવૅર આપવામાં આવ્યું છે, જેનો ઑનલાઇન અને ઑફલાઇન ઉપયોગ કરી શકાય છે.
ITR-2 ફાઇલ કરવા આ સુવિધા ઑફલાઈન આપવામાં આવી છે.
સાથે જ ITR-3, 5, 6 અને ITR-7 ફાઇલ કરનારાઓને ટૂંક સમયમાં પ્રિપરેશન સોફ્ટવૅરની સુવિધા મળશે.
ઇન્કમટૅક્સ રિર્ટન ફાઇલ કરવા માટે વિગતવાર પ્રશ્નોતરી (જવાબો સહિત), યુઝર મેન્યુઅલ, વીડિયો અને ચૅટ-બૉક્સ પણ ઉપલબ્ધ હશે, જ્યાંથી પણ નિરાકરણ મેળવી શકાશે.
ઇન્કમટૅક્સ માટે UPI અને ક્રૅડિટ કાર્ડ પૅમેન્ટ
https://www.youtube.com/watch?v=9tTvYWAkaDQ&t=12s
નવા પૉર્ટલમાં ઇન્કમટૅક્સ ભરવા મલ્ટિપલ પૅમેન્ટ ઑપ્શન આપવામાં આવશે. તમને ક્રૅડિટ કાર્ડ, UPI, નેટ બૅન્કિંગ અને આરટીજીએસ-એનઈએફટી દ્વારા ઇન્કમટૅક્સ ભરી શકશે.
એકવાર TDS અને SFT સ્ટેટમૅન્ટ અપલૉડ કર્યા બાદ આવક, વ્યાજ, ડિવિડંડ અને કૅપિટલ ગેન્સની માહિતી પ્રિ-ફાઈલ કરી શકાશે.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=NNTGendPbcY
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
