આવક વેરાની મુક્તિ મર્યાદા રૂપિયા 2 લાખથી વધારીને રૂપિયા 5 લાખ થઇ શકે
નવી દિલ્હી, 13 જૂન : નરેન્દ્ર મોદીની સરકાર આવકવેરા બાબતે એક સીમાચિન્હરૂપ આર્થિક સુધારો અપનાવે એવી ધારણા બાંધવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રની એનડીએ સરકાર આગામી આર્થિક બજેટમાં આવકવેરામાં મુક્તિ મર્યાદા હાલના સ્લેબ બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે એવી શક્યતા છે. આમ કરવામાં આવશે તો દેશના લાખો મધ્યમવર્ગીય પરિવારને રાહત મળશે.

આ સંદર્ભમાં નાણાં મંત્રાલયે ઈન્કમ ટેક્સ વિભાગ પાસેથી એક અહેવાલ પણ મગાવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હોમ લોન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પરની કરવેરા મુક્તિ મર્યાદા વધારવા પણ વિચારી રહી છે.
નોકરિયાત વર્ગ માટે બીજા આનંદના સમાચાર એ પણ છે કે ઈપીએફમાં મર્યાદા વધારવાના પ્રસ્તાવનો અમલ શરૂ થવાનો છે. આ પ્રસ્તાવને તત્કાલીન યુપીએ સરકારે મંજૂરી આપી દીધી હતી પણ ચૂંટણીઓ નજીક આવી રહી હતી તેને પગલે તેનો અમલ ન થઈ શક્યો.
આ ફેરફારનો અમલ થશે તો હવેથી ફરજિયાત પીએફ સેવિંગની લિમિટ 6,500 રૂપિયા પ્રતિ માસ હતી તે વધીને 15,00 રૂપિયા થઇ જશે. યુપીએની ઈપીએફની યોજના અંતર્ગત દર મહિને ઓછામાં ઓછા 1,000 રૂપિયાનાં પેન્શનનું પણ વચન આપ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
