Video : દિલ્હીના ગુટકા માલિકના લોકરથી મળ્યા 61 કરોડનો ખજાનો
દિલ્હીમાં આયકર વિભાગે જ્યારે એક પ્રાઇવેટ લોકર પર રેડ પાડી તો તેમાંથી મળ્યો 61 કરોડનો ખજાનો. જુઓ આ વીડિયોમાં વધું.
દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીના લોકરથી આયકર વિભાગે રેડ પાડીને 61 કરોડ રૂપિયાનો ખજાનો જપ્ત કર્યો છે. આ પ્રાઇવેટ લોકરમાં મોટી માત્રામાં કેશ અને સોના તથા હિરાના ઝવેરાત મળ્યા છે. આ કંપનીનું નામ U & I વોલ્ટ્સ લિમિટેડ કહેવામાં આવે છે. કંપનીના લોકરમાં દિલ્હી ડાયરેક્ટ્રેટની ટીમે ખાલી 20 કરોડ રૂપિયા જ કેશમાં મેળવ્યા છે. પણ લોકરમાં મોટી માત્રામાં સોના અને હિરાના આભૂષણ અને પરિસંપત્તિઓના કાગળ મળ્યા છે. તેવું માનવામાં આવે છે કે જે સોના અને નાણાં મળ્યા છે તે કાળું નાણું હોઇ શકે છે. જો કે આઇકર વિભાગે આ મામલે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

દિલ્હીના ડાયરેક્ટ્રેટે સમગ્ર કેશ અને સોનાને કબજો મેળવીને આ મામલે તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઇએ કે U & I વોલ્ટ્સ લિમિટેડ એક ગુટકા બનાવતી કંપની છે. આ સિવાય આ કંપની એક બિલ્ડર ફર્મ પણ છે. નોંધનીય છે કે કંપનીના આ પ્રાઇવેટ લોકરમાંથી જે કેશમાં રૂપિયા મળ્યા છે તેમાં 2000 રૂપિયાની નોટ વધુ છે. નોંધનીય છે કે નોટબંધી પછી પણ આવી ઘટનાઓ તે વાતની સાક્ષી આપે છે કે કાળા નાણાં કોઇને કોઇ રીતે હજી પણ મોર્કેટમાં ફરી રહ્યા છે. જો કે વિવિધ દરોડા પાડી આજે નહીં તો કાલે આયકર વિભાગની નજરે આ તમામ વાતો આવે જ છે.
#WATCH Delhi Directorate seized Rs 20 Crore, including bullion & jewelry from U & I Vaults Limited. The seizure belonged to a Gutkha manufacturer and a builder. Total seizure from this vault now stands at Rs 61 Crore: IT Sources pic.twitter.com/oQWP4UaRGZ
— ANI (@ANI) January 11, 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
