જાનૈયાને રોટલી પીરસવામાં મોડુ થતાં જ વરરાજાએ લગ્ન કર્યા કેન્સલ, દુલ્હનની સામે કર્યા બીજી છોકરીએ લગ્ન
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો સાંભળવા મળે છે. ક્યારેક લગ્નમાં દુલ્હન જોરશોરથી ડાન્સ કરે છે તો ક્યારેક વરરાજા દુલ્હનનું જોરશોરથી સ્વાગત કરે છે અને સોશિયલ મીડિયા પર ફેમસ થઈ જાય છે.
પરંતુ હાલમાં જ એક લગ્નની વાત સાંભળવા મળી રહી છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. જી હા, હાલમાં જ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાંથી એક કિસ્સો સાંભળવા મળી રહ્યો છે જ્યાં નાની વાત પર વરરાજાએ લગ્ન તોડી નાખ્યા છે. આટલુ જ નહીં, વરરાજાએ તે જ રાત્રે કંઈક એવું કર્યું કે જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

દુલ્હન વાત જાણીને ચોંકી ગઈ
વાસ્તવમાં લગ્નના મહેમાનોને રોટલી મોડી પીરસવામાં આવી, જેના કારણે વરરાજા ગુસ્સે થઈ ગયા અને લગ્ન તોડવાનું નક્કી કર્યું. મામલો અહીં જ ન અટક્યો, છોકરાએ તે જ રાત્રે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. જ્યારે દુલ્હનને આ વાતની જાણ થઈ તો તે ચોંકી ગઈ.
દુલ્હનને આપી પોલીસમાં અરજી
આ બધું જોઈને બુધવારે તેણે એસપી આદિત્ય લાંઘેને અરજી આપી અને ફરિયાદ નોંધાવી. આટલું જ નહીં દુલ્હન પણ રડી પડી અને ન્યાય માટે આજીજી કરી. યુવતીએ જણાવ્યું કે, તેના લગ્ન 22મી ડિસેમ્બરના રોજ હતા. કન્યાએ કહ્યું કે, પરિવારના સભ્યોએ તમામ તૈયારીઓ કરી લીધી હતી. લગ્ન આયોજન મુજબ જ થયા અને લગ્નના મહેમાનોનું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ રોટલી પીરસવામાં મોડું થતાં હોબાળો મચી ગયો.
વરરાજાએ બીજી છોકરી સાથે કરી લીધા લગ્ન
યુવતીએ વધુમાં કહ્યું કે, ઘણા પ્રયત્નો કરવા છતાં છોકરાઓએ તેની વાત ન માની અને બધાએ લગ્ન છોડી દીધા. આટલું જ નહીં, દુલ્હનએ કહ્યું કે થોડા સમય પછી તેના વરરાજાએ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. યુવતીની વાત સાંભળીને પોલીસે બંનેના પરિવારજનોને બોલાવ્યા. શુક્રવારે પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને સમાધાન કરાવ્યું હતું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
