શું સોનાલી ફોગાટના મોતમાં હરિયાણાના ધારાસભ્ય ગોપાલ કાંડાનો હાથ છે? જાણો ભાઈએ શું કહ્યુ?
ભાજપની મહિલા નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતને લઈને સસ્પેન્સ વધી રહ્યુ છે. જાણો તેમના ભાઈએ શું કહ્યુ.
નવી દિલ્લીઃ ભાજપની મહિલા નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતને લઈને સસ્પેન્સ વધી રહ્યુ છે. સોનાલી ફોગાટના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. સોનાલી ફોગાટના પીએ પર હત્યાનો આરોપ છે. સોનાલી ફોગાટના ભાઈ વતન ઢાકાએ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગોપાલ કાંડા પર આરોપીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ શુક્રવારે સોનાલી ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સોનાલી ફોગાટના મૃત્યુમાં હરિયાણાના ધારાસભ્ય ગોપાલ કાંડાની કથિત સંડોવણી વિશે પૂછવામાં આવતા સોનાલી ફોગટના ભાઈ રિંકુ ઢાકાએ કહ્યુ, 'ના, એવુ કંઈ નથી.' હિસારમાં સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર પહેલા ભાઈ રિંકુએ કહ્યુ, "અંતિમ સંસ્કાર પછી પરિવારના સભ્યો નક્કી કરશે કે અમે તેમના મૃત્યુની સીબીઆઈ તપાસ ઈચ્છીએ છીએ કે નહિ. અમને ખાતરી છે કે તે એક હત્યા હતી. અમે અત્યાર સુધીની તપાસથી સંતુષ્ટ નથી.'
જો કે, સોનાલી ફોગાટના અન્ય એક ભાઈએ કહ્યુ હતુ કે ત્રણ-ચાર વર્ષ પહેલા ભિવાની જિલ્લાના સુખવિંદર સિરસામાં ગોપાલ કાંડા સાથે રહેતો હતો. તેથી એવુ લાગે છે કે ગોપાલ કાંડા તે યુવકને કોઈને કોઈ રીતે મદદ કરી રહ્યો છે. યુવકે ગોપાલ કાંડાનો સંપર્ક કર્યો છે.
ગોવા પોલીસે ગુરુવારે સોનાલી ફોગાટના બે સહયોગીઓની તેમની હત્યામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ બહાર આવ્યુ ત્યારે શરીર પર 'મલ્ટીપલ બ્લન્ટ ફૉર ઈન્જરી' હતી. પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે સોનાલી ફોગાટનુ 23 ઓગસ્ટના રોજ ગોવામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતુ.
સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિંદર વાસીની કલાકોની પૂછપરછ બાદ મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. સાંગવાન અને વાસી, જે ફોગાટ સાથએ 22 ઓગસ્ટે ગોવા પહોંચ્યા હતા, તેમને પહેલા તેમના ભાઈ રિંકૂ ઢાકાની ફરિયાદના આધારે હત્યાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. રિંકુએ ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન પર તેના અંગત સહાયક અને તેના મિત્ર દ્વારા બળાત્કાર અને હત્યા કરવામાં આવી છે.
Hisar, Haryana | "No, there is nothing like that," says Rinku Dhaka, brother of Sonali Phogat when asked about the alleged involvement of Haryana MLA Gopal Kanda in Phogat's death pic.twitter.com/6MmUJ7p0ge
— ANI (@ANI) August 26, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
