મણિપુરમાં મહિલાઓ સાથે હેવાનિયત કરનારાઓને ફાંસીની સજા થાય-અન્ના હજારે
મણિપુરમાં હેવાનિયતના એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે. મહિલાઓ સાથે હેવાનિયતનો વીડિયો વાયરલ થયા બાદ હવે લોકોમાં ગુસ્સાનો માહોલ છે ત્યારે અન્ના હજારેએ પણ આ હેવાનો માટે કડક સજાની માંગ કરી છે.
મણિપુરમાં મહિલાઓના વીડિયોને લઈને નરેન્દ્ર મોદી સરકારના ભેદી મૌનથી સમગ્ર દેશમાં ભારે ગુસ્સો છે. આ શરમજનક ઘટના પર વિપક્ષ કેન્દ્ર સરકાર અને મણિપુર સરકારની આકરી ટીકા કરી રહ્યું છે ત્યારે અન્ના હજારેએ પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

આ ઘટનાને લઈને ગુસ્સો વ્યક્ત કરતા અન્ના હજારેએ મહિલાઓના કપડાં ઉતરાવનારા આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે. અન્ના હજારેએ કહ્યું કે, આ મહિલા અમારી માતા અને બહેન છે, આ ઘટનામાં સંડોવાયેલા હેવાનોને ફાંસી આપવામાં આવે.
અન્ના હજારેએ કહ્યું કે, મણિપુરની ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ. આવા હેવાનોને ફાંસી આપવામાં આવે. આ ઘટના પુરી માનવતા પર એક કલંક સમાન છે.
અહીં તમને જણાવી દઈએ કે, મણિપુર હિંસાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક હેવાનો બે આદિવાસી મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ પરેડ બાદ મહિલાઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
