મોદીને ટાર્ગેટ કરવા આતંકવાદીઓનો કોડવર્ડ હતો 'મછલી 5'
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : રવિવારે બિહારના પટણામાં ગાંધી મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી - ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં જે શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટો થયા તે અંગે આતંકવાદીઓની યોજના અંગેના ખુલાસાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. આ અંતર્ગત અત્યાર સુધીનો સૌથી મહત્વનો ખુલાસો એ બહાર આવ્યો છે કે આ રેલીમાં નરેન્દ્ર મોદીને માનવ બોમ્બથી ઉડાવી દેવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. પોતાની યોજનાને સફળ બનાવવા અને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા માટે આતંકવાદીએ કોડવર્ડ્સ તૈયાર કર્યા હતા. જે હેઠળ નરેન્દ્ર મોદીની ઓળખ માટે કોડવર્ડ હતો "મછલી 5".
આપને જણાવી દઇએ કે આ બોમ્બ વિસ્ફોટો બાદ પોલીસે ઝડપી લીધેલા આતંકવાદી ઇમ્તિયાઝ અને તેના સાથીએ યોજના બનાવી હતી કે પહેલા નરેન્દ્ર મોદીની રેલી માટે બનાવવામાં આવેલા સ્ટેજની પાસે રિમોટ કન્ટ્રોલથી ત્રણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે. ત્યાર બાદ બંનેએ સ્ટેજની પાસે દોડી જઇને પોતાના શરીર પર બાંધેલા બોમ્બથી વિસ્ફોટ કરવાના હતા.
આ દરમિયાન પટણા રેલવે સ્ટેશન પાસે બેટરી અને ટાઇમરથી તૈયાર કરવામાં આવેલો એક નાનકડો બોમ્બ ભૂલથી ફાટી ગયો હતો. આ ધડાકામાં ઇમ્તિયાઝ અને તેનો સાથીદાર ઘવાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેના સાથીનું મોત નિપજ્યું હતું, જ્યારે ઇમ્તિયાઝ બોમ્બ વિસ્ફોટ કરવા માટે રેલી સ્થળે પહોંચ્યો અને એક બોમ્બ વિસ્ફોટ કરીને તે ભાગી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
નોંધનીય છે કે આતંકવાદની દુનિયામાં નરેન્દ્ર મોદી માટે કોડવર્ડ "મછલી 5" આજથી નહીં વર્ષોથી ચાલે છે. આ બાબતનો ખુલાસો ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની રેકોર્ડ કરવામાં આવેલી વાતચીતમાં થયો હતો. આ વાતચીતમાં તેમણે ચાર ટાર્ગેટ કોડવર્ડનો ઉલ્લેખ કર્યો હતો.
આગળ ક્લિક કરી જાણો આતંકવાદીઓએ કોના માટે કયા કોડવર્ડ રાખ્યા હતા...

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી "મછલી 5"

બાલ ઠાકરે
શિવસેના પ્રમુખ બાલ ઠાકરે "મછલી 1"

પ્રવીણ તોગડિયા
વિહિપ નેતા પ્રવીણ તોગડિયા "મછલી 2"

એશોક સિંઘલ
અશોક સિંઘલ "મછલી 3"

એલ કે અડવાણી
ભાજપના નેતા એલ કે અડવાણીને "મછલી 4"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
