Illegal immigrant Indians : વધુ 119 ભારતીયો સાથે અન્ય એક વિમાન અમૃતસર ઉતરશે, સીએમ માન ભડક્યા
Illegal immigrant Indians : અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઈને અન્ય એક અમેરિકન વિમાન ભારત આવી રહ્યું છે.
આ વિમાન શનિવારે 119 ભારતીયોને લઈ એક વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે. હવે અમૃતસરમાં લેન્ડ કરવાને લઈને વિવાદ શરૂ થયો છે.

15 ફેબ્રુઆરીએ અમેરિકાથી આવી રહેલું આ વિમાન અમૃતસરમાં ઉતરવા સાથે રાજકીય વિવાદ ઉભો થયો છે. પંજાબના મુખ્યમંત્રીએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, તમે પંજાબને બદનામ કરવા અમૃતસરનું પસંદગી કરી છે. વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કરવું જોઈએ કે વિમાન અમૃતસરમાં ઉતારવાનું કારણ શું છે.
આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, તમારા આ નિર્ણયનો હેતુ પંજાબની છબીને નુકસાન પહોંચાડવાનો છે. જો વિમાન ગુજરાતમાં અથવા હરિયાણામાં ઉતારવામાં આવતું તો એ સમસ્યા ન હોત.
પંજાબના નાણાપ્રધાન હરપાલ ચીમાએ આ મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પાકા આયોજન સાથે પંજાબને નિશાન બનાવી રહી છે. વિમાનો હંમેશા અમૃતસરમાં ઉતારવા પાછળનો હેતુ પંજાબને કટઘરામાં ઊભું કરવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ વિમાનને ગુજરાતના અમદાવાદમાં ઉતારાયુ હોત પણ પંજાબને ટાર્ગેટ કરવું એ ભાજપ સરકારની નીતિ છે.
જણાવી દઈએ કે, આ પહેલાં 5 ફેબ્રુઆરીએ પણ એક વિમાન 104 ભારતીય ગેરકાયદે પ્રવાસીઓને લઈને અમૃતસર ઉતર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
