IGI એરપોર્ટ પર 9/11 જેવા હુમલાની ધમકી, એરપોર્ટ એલર્ટ કરાયું!
સુરક્ષા અધિકારીઓને આવેલા ધમકીભર્યા ફોન બાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. દિલ્હી પોલીસે કહ્યું કે કોલ કરનારે 9/11 હુમલા જેમ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
આજે અમેરિકામાં થયેલા 9/11 આતંકી હુમલાની 20 મી વર્ષી છે. 2001 માં આ દિવસે આતંકવાદીઓએ અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર સાથે બે પેસેન્જર વિમાનો ક્રેશ કર્યા હતા. આ દિવસને અમેરિકાના ઇતિહાસમાં કાળો દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, કારણે કે એક અજાણ્યા ફોન કોલ દ્વારા 9/11 જેવા હુમલાની ધમકી આપવામાં આવી છે. લંડન જતી એર ઈન્ડિયાના વિમાનને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે મોડી રાત્રે બોમ્બથી ધમકી આપવામાં આવી હતી.

સુરક્ષા અધિકારીઓને આવેલા ધમકીભર્યા ફોન બાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયું છે. દિલ્હી પોલીસે કહ્યું કે કોલ કરનારે 9/11 હુમલા જેમ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાહરી દિલ્હીના રણહોલા પોલીસ સ્ટેશનને ગુરુવારે રાત્રે ધમકીનો ફોન આવ્યો હતો, જે બાદ આઈજીઆઈ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના અધિકારીઓને ટાંકીને કહ્યું કે, લંડન જવાના વિમાન વિશે બોમ્બ ધમકીનો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે લંડન માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમેરિકામાં 9/11 હુમલાની તર્જ પર ઉડાડવામાં આવશે. દિલ્હી પોલીસને શુક્રવારે એક અલગ ધમકીનો ફોન પણ મળ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે અજાણ્યા બદમાશો દિલ્હી એરપોર્ટને હાઇજેક કરવાની યોજના બનાવી રહ્યા છે. સમાચાર એજન્સીએ જણાવ્યું કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને કોલ કરનાર આરોપીને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
