આખી રાત જાગીને ગેમ રમો છો તો ચેતી જજો, આ કારણે એક છોકરાએ ગુમાવ્યો જીવ
જો તમારું બાળક પણ ગેમનું વ્યસની બની ગયું હોય અને રાત્રે ગેમ રમવા જાગતું હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, 18 વર્ષનો છોકરો ઉજાગરા કરીને આખી રાત ગેમ રમતો હતો, જે કારણે તેનું મોત થયું છે.
કોરોના વાયરસના કારણે લોકો જરૂર પડે તો જ પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે, અન્યથા તેમને પોતાના ઘરોમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાના મોબાઈલમાં વધુ સમય વિતાવે છે. આવું માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વના તરુણો કરે છે. જેમને ઓનલાઇન ગેમ્સનો જબરદસ્ત ચસ્કો લાગી ગયો છે.
જો તમારું બાળક પણ ગેમનું વ્યસની બની ગયું હોય અને રાત્રે ગેમ રમવા જાગતું હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, 18 વર્ષનો છોકરો ઉજાગરા કરીને આખી રાત ગેમ રમતો હતો, જે કારણે તેનું મોત થયું છે. આ ચોંકાવનારી ઘટના થાઈલેન્ડની છે. મૃત્યુ પામેલા યુવકની માતાએ જણાવ્યું કે, તેનો પુત્ર આખી રાત જાગતો રહેતો, સવાર સુધી ગેમ રમતો હતો. જો તેને મોબાઈલ ન આપવામાં આવે તો તે લેપટોપ પર ગેમ રમતો હતો. મેં વિચાર્યું કે, આ સામાન્ય વાત છે, મને નથી લાગતું કે, તેનાથી તેને પરેશાની આવશે.

માતાએ કહ્યું કે, હું દીકરાના રૂમની બાજુના રૂમમાં સૂતો હતો, તે રાત્રે બાથરૂમમાં સ્નાન કરતો હતો અને ગેમ રમતો હતો. તે સવારે શાળાએ જતો, તેથી તે વહેલા ઉઠીને તૈયાર થઈ જતો. તે રૂમનો દરવાજો બંધ કરીને ગેમ્સ રમતો હતો, તેથી એક દિવસ જ્યારે તેણે પોતાનો મોબાઈલ ન ઉપાડ્યો, ત્યારે અમે કોઈક રીતે તેના રૂમમાં પહોંચ્યા અને જોયું કે, તે જમીન પર પડેલો હતો, તે શર્ટલેસ હતો અને તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. તેનો મોબાઈલ તેની પાસે જ પડ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ઉંઘ ન આવવાને કારણે તેનું મોત થયું છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે આખી રાત ગેમ રમતો રમતો અને સવારે શાળાએ જતો હતો. જેના કારણે તેના શરીરને આરામ મળી શકતો ન હતો, જેના કારણે તેનું મોત થયું હતું. બે વર્ષ પહેલા થાઈલેન્ડમાં આવી જ રીતે અન્ય એક છોકરાનું મોત થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
