આજે લોકસભા ચૂંટણી થઈ તો મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને ફાયદો? જાણો શું કહે છે લેટેસ્ટ ઓપિનિયન પોલ?
ઈન્ડિયા ગઠબંધન અને બીજેપી બન્નેએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે મહારાષ્ટ્રને લઈને એબીપી-સી વોટરનો સર્વે સામે આવ્યો છે.
એનડીએના વિજય રથને રોકવા વિપક્ષી પાર્ટીઓ રાજકીય સમીકરણને ફિટ કરવાનો પ્રયાસ કરી રહી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોને કારણે બીજેપીનો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે. કેટલાક રાજ્યો તેના માટે મોટો પડકાર બની શકે છે, જ્યાં આ વખતે સ્થિતિ 2019 જેવી નથી.

અહીં આપણે મહારાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે યુપી પછી આ રાજ્યમાં લોકસભાની સૌથી વધુ સીટો છે. બીજેપી અને શિવસેના બંનેએ 2019ની ચૂંટણી એકસાથે લડી હતી પરંતુ આ વખતે બંને સામસામે છે.
અહીં સવાલ એ છે કે આ ચૂંટણીમાં સ્થિતી કેટલી બદલાશે? મહારાષ્ટ્રમાં એનડીએ માટે ઈન્ડિયા ગઠબંધન ખતરો બનશે કે કેમ? શું મહારાષ્ટ્રને કારણે બીજેપીને લોકસભાની ચૂંટણીમાં નુકસાન વેઠવું પડી શકે છે?
આ સવાલો વચ્ચે સી-વોટરે એબીપી માટે સર્વે કર્યો છે. આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં લોકોને પુછવામાં આવ્યુ હતું કે, આજે લોકસભાની ચૂંટણી થાય તો મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે?
આ સર્વેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે પરિણામો આવ્યા તે ખૂબ જ આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો એટલે કે ઈન્ડિયા એલાયન્સને 26-28 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપ અને તેના સહયોગીઓને 19-21 બેઠકો અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો?
કુલ બેઠક : 48
BJP+ : 19-21
કોંગ્રેસ+ : 26-28
અન્ય : 0-2
અહીં વોટની ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 41 ટકા વોટ મળી શકે છે અને બીજેપી અને તેના સહયોગીઓને 37 ટકા વોટ મળી શકે છે, જ્યારે બાકીનાને 22 ટકા વોટ મળી શકે.
કોને કેટલા મત?
ભાજપ+ : 37%
કોંગ્રેસ+ : 41%
અન્ય : 22%
સર્વેના પરિણામો ઈન્ડિયા એલાયન્સ માટે સારા સંકેત છે અને બીજેપી માટે મોટો પડકાર બની શકે છે. આ સર્વેમાં 2 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને ડિસેમ્બર મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ સર્વે કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
