આજે મહાત્મા ગાંધી જીવિત હોત તો મોબ લિંચિંગને કેવી રીતે જોત?
2 ઓક્ટોબરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગાંધી જયંતિ મનાવવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 150મી જન્મ જયંતિ હોય જશ્નની ખાસ તૈયારી ચાલી રહી છે. પટના સ્થિત ગાંધી સંગ્રહાલયને વિશેષ રીતે મઢાવ
નવી દિલ્હીઃ 2 ઓક્ટોબરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગાંધી જયંતિ મનાવવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 150મી જન્મ જયંતિ હોય જશ્નની ખાસ તૈયારી ચાલી રહી છે. પટના સ્થિત ગાંધી સંગ્રહાલયને વિશેષ રીતે મઢાવવામાં આવી રહ્યું છે. અહીંની સાજ-સજાવટ જોઈને મનમાં વિવિધ પ્રકારના વિચાર ઉદ્ભવી રહ્યા છે. આમ તો આપણે બધાએ ગાધીજીને ક્યારના ભુલાવી દીધા છે પરંતુ 2 ઓક્ટોબરે યાદ કરવા એક પરંપરા છે. જે ઔપચારિકતા નિભાવવામાં આવી રહી છે. પરંતુ હકિકત એ છે કે ગાંધીજીના મૃત્યુથી આપણે બહુ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. ગાંધીવાદ વિના આજે રાજનીતિ અને સમાજ કયા ખાડામાં છે, તે કોઈથી છૂપાયું નથી. જો ગાંધીજી આજે જીવિત હોત તો શું મહેસૂસ કરત?

ગાંધીજીને ચબૂતરા પર બેસાડી દીધા
અત્યારે જમાનો એકદમ બદલાઈ ગયો છે. ગાંધીજીની કુટિરની જગ્યાએ હવે ઈટ-ગારાના પાક્કાં મકાન બની ગયાં છે. એક ચબૂતરા પર ગાંધીજી બેઠેલા જોઈ હેરાન થઈ જાઉં છું. પરંતુ સવાલ એ થાય કે શું ગાંધીજી આજે પણ જીવિત હોત તો શું કહેત? તો ગાંધીજી કંઈક એમ જરૂર કહેત કે આજના જમાનામાં રાજનીતિ અને સમાજ બંને અમાનવીય છે. બંને નિર્મમ થઈ ગયા છે. મેં આવા ભારતની કલ્પના નહોતી કરી. મૉબ લિંચિંગની બલાથી હું હેરાન છું. શું આપણે ફરી આદિ યુગના બર્બર જમાનામાં દાખલ થઈ ગયા છીએ?

મૉબ લિંચિંગને લઈ ગાંધીજી શું કહેત?
હું ગાંધીજીને નમ્રતાપૂર્વક કહું છું, જો તમે આજે જીવિત હોત તો મૉબ લિંચિંગને કઈ રીતે રોકત? તેઓ મારી તરફ હેરાનીથી જોત અને પછી કહેત, આ દેશના નેતાઓએ તો વાંચન-ગુણન છોડી દીધું છે, શું યુવાન પેઢી પણ પુસ્તકોથી વિમુખ થઈ ગઈ છે? મૉબ લિંચિંગના અધિકાંશ મામલે ગૌરક્ષાના નામે થયા છે. મેં તો બહુ પહેલા જ લખી દીધું હતું કે હું ગાયને પૂજું છું પરંતુ મુસલમાનને નહિ મારું. ગૌરક્ષા આંદોલન આજે શરૂ થયું હોય એવું નથી. 1872માં જ ગોરક્ષણી સભા બનાવવામા આવી હતી. ત્યારે વિરોધ હિંસક નહોતો થયો. પરંતુ હવે તો મોતનો તાંડવ થઈ રહ્યો છે. હું ખુદને અખલાખ, પહલૂ, તબરેજ જેવા લોકોના મોતનો જવાબદાર માનું છું. ગાધીજી બહુ નિરાશ મને કહેત કે ઘરે જાઓ અને વાંચો કે મેં 92 વર્ષ પહેલા શું લખ્યું છે. લાગે છે કે ગાંધીજીની આત્મા તેમના સ્વપ્નનું ભારત બનાવવા માટે આજે પણ ભટકી રહી હશે.

92 વર્ષ પહેલા મૉબ લિંચિંગનો તોડ જણાવ્યો હતો
સવારે ઊંઘ ઉડે છે અને સપનાની દુનિયામાંથી હકિકતમાં પરત ફરું છું. આ સપનું કાલ્પનિક હતું પરંતુ કેટલીય વાતો સ્મૃતિઓમાં અટકેલી હતી. મનમાં જિજ્ઞાષા થઈ કે આખરે વાંચે કે ગાંધીજીએ ગૌરક્ષા અને મુસલમાનો વિશે શું લખ્યું છે. લાઈબ્રેરીમાં ગાંધી સાહિત્ય ફંફોળ્યું. ગાંધીજી એક પત્રિકા પ્રકાશિત કરતા હતા જેનું નામ હતું યંગ ઈન્ડિયા. યંગ ઈન્ડિયામાં તેમણે 7 જુલાઈ 1927માં ગૌરક્ષા વિશે લખ્યું હતું. આ ઉપરાંત તેમણે પોતાના પુસ્તક હિંદ સ્વરાજમાં વિસ્તારથી લખ્યું હતું કે ગાયની રક્ષાના નામે કોઈ મુસલમાનને મારવો ન જોઈએ.

એકનો જીવ બચાવવા માટે બીજાનો જીવ કેમ લેવો?
હિંદ સ્વરાજમાં પાના નંબર 32થી 34 સુધી આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીએ લખ્યું કે, હું ખુદ ગાયને પૂજું છું. ગાય હિન્દુસ્તાનની રક્ષા કરશે કેમ કે તેના સંતાન પર હિન્દુસ્તાનનો આધાર છે. આવું એટલા માટે કેમ કે હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ છે. મુસલમાન બાઈ પણ કબૂલશે કે ગાય ઉપયોગી છે. જેવી રીતે હું ગાયને પૂજું છું એવી જ રીતે મનુષ્યને પણ પૂજું છું. પછી તે હિન્દુ હોય કે મુસલમાન. ગાય રક્ષા માટે કોઈ પાસે વિનંતી કરી શકાય છે. જો હું થોડો નમિશ તો તે હાથ સુધી નમશે. જો તે પણ નમશે તો મારું નમવું ખોટું નહિ કહેવાય. પરંતુ આના માટે કોઈ મુસલમાનનો જીવ ન લઈ શકાય. એકનો જીવ બચાવવા માટે બીજાનો જીવ કેવી રીતે લઈ શકાય છે. ગાંધીજી તો ન રહ્યા, પરંતુ જો ગાંધીવાદ પણ જીવિત હોત તો આવું ભારત ક્યારેય ન બનત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
