જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો
જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો
નવી દિલ્હીઃ આ ગુરુવારે કર્ણાટકમાં ચાલી રહેલ નાટકનો એક અધ્યાય પૂરો થઈ જશે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ દિવસે વિશ્વાસ મત હાંસલ કરવાનું રહેશે. જેને લઈ તેઓ ભારે આશ્વસ્ત દેખાયા. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે બિઝનેસ એડવાઈઝરી સમિતિની એક કલાક ચાલેલ બેઠક બાદ ઘોષણા કરી કે મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરુવારે 11 વાગ્યે વિશ્વાસમત હાંસલ કરશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ વિશ્વાસમત હાંસલ કરવાની પહેલ કરી હતી. તેમણે ગુરુવારે 11 વાગ્યે વિશ્વાસમત હાંસલ કરવાનો સમય આપ્યો છે. અગાઉ ભાજપે કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રત્સાવની નોટિસ આપી દીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપી નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ માટે કહ્યું હતું.

શું છે વિધઆનસભાનું સમીકરણ
225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં 16 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. જેને હટાવવાથી વિધાનસભાની સંખ્યા 209 પર આવી ગઈ છે. ત્યારે બહુમત માટે 105 ધારાસભ્યો જોઈએ. ભાજપ પાસે 105 ધારાસભ્યો સિવાય 2 અપક્ષના ધારાસભ્યો પણ છે જેને મેળવી કુલ 107 ધારાસભ્યો છે. જ્યારે જેડીએસ કોંગ્રેસ પાસે સ્પીકરને છોડી 101 ધારાસભ્યો હશે. જોડ તોડની કોશિશ સરકાર બનાવવા અને પાડવા માટે બંને તરફથી ચાલી રહી છે.

તો કોંગ્રેસ માટે એક મોટો ફટકો
ગુરુવારે જો કર્ણાટક સકાર પડી ભાંગે છે તો કોંગ્રેસ માટે એક મોટો ફટકો હશે કેમ કે લોકસભા ચૂંટણીમાં મળેલ હારથી પાર્ટી પહેલા જ સમસ્યામાં છે અે આ વચ્ચે વધુ એક સત્તા જવાથી પાર્ટી માટે મોટી રણનૈતિક હાર હશે. સાથે જ ગઠબંધનની રાજનીતિ પર પણ સવાલ ઉઠાવવામાં આવશે કેમ કે ઉત્તર પ્રદેશમાં પહેલા જ સપા-બસપા આકરી હાર બાદ અલગ-અલગ થઈ ગયા છે.

કુમારસ્વામી સરકારને ઓક્સીજન મળ્યું
કુમાર સ્વામી સરકારનું ભવિષ્ય હવે ગુરુવારે નક્કી થશે. વિશ્વાસમત જીતવા માટે જે નંબર જોઈએ તે હાલ તેમની પાસે નથી દેખાઈ રહ્યા. પરંતુ પહેલા સુપ્રીમ કોર્ટ અને હવે સ્પીકરના ફેસલાથી મુખ્યમંત્રી કુમારસ્વામીને થોડો વધુ સમય મળી ગયો છે જે આવા નાજુક સમયમાં તેમના માટે ઑક્સીજનથી ઓછો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
