સાંભળી લે પાકિસ્તાન... હવે કારગિલ થયું તો આખરી જંગ હશે- એર ફોર્સ ચીફ
સાંભળી લે પાકિસ્તાન... હવે કારગિલ થયું તો આખરી જંગ હશે- એર ફોર્સ ચીફ
નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆએ નામ લીધા વિના પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે કે બીજીવા કારગિલ જેવી હરકત કરવાની ગુસ્તાખી ન કરે. તેમણે કહ્યું કે જો આવું થયું તો ભારતીય સેના એના માટે તૈયાર છે કે તે બાદ પાકિસ્તાન પછી એકેય જંગ કરવા લાયક નહિ બચે.
|
આખરી જંગ માટે પાકિસ્તાન તૈયાર રહે
કારગિલની લડાઈના 20 વર્ષ પૂરા થવા પર આયોજિત 'ઓપરેશન સફેદ સાગર કે 20 વર્ષ' વિષય પર સેમિનારમાં એરફોર્સ ચીફ બીએસ ધનોઆએ કહ્યું કે અમે આખરી જંગ લડવા માટે તૈયાર છીએ. જો ફરીથી કારગિલ થયું તો તેના માટે અમે સારી રીતે તૈયાર છીએ. તેમનો ઈશારો સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફ છે. તેમણે કહ્યું કે કારગિલ જેવી લડાઈની સાથોસાથ હુમલાનો જવાબ આપવા માટે પણ ભારતીય વાયુસેના પૂરી રીતે તૈયાર છે. ખાસ વાત એ છે કે કારગિલ ઓપરેશન દરમિયાન ધનોઆ 17 સ્ક્વાડ્રનમાં કમાંડિંગ ઑફિસર હતા અને શ્રીનગરમાં તહેનાત હતા.

બલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો
આ અવસર પર તેમણે કહ્યું કે કારગિલ યુદ્ધ બાદ ભારતીય વાયુસેનાની તાકાત વધી છે અને હવે તેઓ દરેક પ્રકારની યુદ્ધની સ્થિતિમાં હવાઈ ખતરાથી નિપટવામાં સક્ષમ છે. તેમના મુજબ કારગિલ દરમિયાન દુશ્મન પર સટીક બોમ્બમારો કરવાની ક્ષમતા માત્ર મિરાજ-2000 લડાકૂ વિમાનમાં હતી, પરંતુ હવે સુખોઈ-30, જગુઆર, મિગ-29 અને મિગ-27 અપગ્રેડેડ એરક્રાઈપ્ટમાં હાજર છે. એટલું જ નહિ, હવે વાયુસેના પાસે આધુનિક મિસાઈલ અને એર વોર્નિંગ સિસ્ટમ પણ છે. આ દરમિયાન એરફોર્સ ચીફે બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો જરૂર પડી તો અમે કોઈપણ હવામાનમાં સટીક બોમ્બમારો કરી શકીએ છીએ. અમે 26 ફેબ્રુઆરીએ આવો હુમલો જોઈ ચૂક્યા છે, જે દૂરથી જ બહુ સટિક હુમલો કરવાની અમારી તાકાત દેખાડે છે. દિલચસ્પ વાત એ છે કે ભારતીય વાયુસેના પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદથી 5 મહિના સુધી દહશતમાં રહ્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર પર લાગેલ પાબંદી હટાવી છે.

સપ્ટેમ્બર સુધી રાફેલ પહોંચવાની સંભાવના
માનવામાં આવી રહ્યું છે કે બારતીય વાયુસેનાના બેડામાં રાફેલ વિમાનોના સામેલ થવાથી તેમની તાકાત કેટલાય ગણી વધી જશે. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે પણ આ વાત સામે આવી હતી કે જો ભારત પાસે રાફેલ હોય છે તો જેવી રીતે પાકિસ્તાને અમેરિકી એફ-16 વિમાન ભારતીય વાયુ ક્ષેત્રમાં દાખલ કર્યું હતું, તેને તત્કાળ તોડી પાડી શકાય તેમ હતું. સંભાવના છે કે પહેલું રાફેલ વિમાન આ વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રાંસથી ભારત પહોંચી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
