ICICI-Videocon case: ચંદા કોચર વિરુદ્ધ CBI એ લૂકઆઉટ નોટિસ જાહેર કરી
આઈસીઆઈસીઆઈ બેંક પૂર્વ સીઈઓ ચંદા કોચર સામે સીબીઆઈ ઘ્વારા લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
આઈસીઆઈસીઆઈ બેંક પૂર્વ સીઈઓ ચંદા કોચર સામે સીબીઆઈ ઘ્વારા લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા ચંદા કોચર સહીત તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીના એમડી વેણુગોપાલ ધૂત વિરુદ્ધ પણ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ચંદા કોચર વિરુદ્ધ સીબીઆઈ ઘ્વારા ગયા મહિને જ 1875 કરોડના ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. ચંદા કોચરના કાર્યકાળમાં વીડિયોકોનને કુલ 6 વાર લોન આપવામાં આવી.
આ પણ વાંચો: દોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, 'સત્ય સામે આવશે'

ભ્રષ્ટાચાર કરવાનો આરોપ
વીડિયોકોન ગ્રુપના પ્રોમોટર વેણુગોપાલ ધુતની ફર્મને કરોડો રૂપિયા લોનમાં આપવાના મામલે ચંદા કોચર પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. આ ફર્મમાં દિપક કોચર જેઓ ચંદા કોચરના પતિ છે અને તેમના બીજા બે સંબધીઓ પણ શામિલ હતા. ફર્મને 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ચંદા કોચર પર આરોપ લાગ્યો છે કે તેને પોતાના પતિ દિપક કોચરની કંપનીને કોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે.

સીબીઆઈની છાપામારી
સીબીઆઈ ઘ્વારા આઈસીઆઈસીઆઈ બેન્કની પૂર્વ સીઈઓ ચંદા કોચર સાથે જોડાયેલા વીડિયોકોન લોન મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પછી જાંચ એજેન્સીએ વીડિયોકોન અને ન્યુપાવરના ઘણા ઠેકાણે રેડ પણ મારી હતી. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાઓ પર સીબીઆઈની છાપામારી કરવામાં આવી.

ચંદા કોચર પર પતિને લાભ પહોંચાડવાનો આરોપ
વીડિયોકોન ગ્રૂપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે તેમને વર્ષ 2010 દરમિયાન 64 કરોડ રૂપિયા ન્યુપાવર રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા. આ કંપનીને ધૂતે દિપક કોચર સાથે મળીને ઉભી કરી. આ મામલે આઈસીઆઈસીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચંદા કોચરને બેન્કથી અલગ કરવામાં આવે છે. જેના પર ચંદા કોચરે કહ્યું હતું કે આ નિર્ણયથી તે ઘણી દુઃખી અને નિરાશ છે. તેમને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સત્ય જલ્દી સામે આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
