શિવ-રાજમાં સુરક્ષિત નથી મોદી, આઇબીએ જાહેર કર્યો એલર્ટ
નવી દિલ્હી, 20 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી વડાપ્રધાન પદની ઉમેદવારી સંભાળી છે અને કેન્દ્રના રાજકારણમાં જ્યારથી સક્રિય થયા છે તેમના વિરૂદ્ધ આતંકી હુમલાની આશંકાઓ વધી ગઇ છે. તાજેતરમાં જ બિહારના પટણામાં હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બબ્લાસ્ટથી અંદાજો લગાવી શકાય કે નરેન્દ્ર મોદી કેટલી હદે આતંકવાદીઓના નિશાના પર આવી ગયા છે.
નરેન્દ્ર મોદી પર આતંકી હુમલાના ખતરા વધી ગયા છે. તેને ધ્યાનમાં રાખતા ગુપ્તચર એજન્સીએ નવો એલર્ટ જાહેર કર્યો છે. આઇબીએ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને નરેન્દ્ર મોદીની કેટલીક રેલીઓમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં એલર્ટ જાહેર કરી દિધો છે. આઇબીના અનુસાર મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન આતંકી હુમલા થઇ શકે છે. કહેવામાં આવે છે કે શિવરાજ સિંહ ચૌહાણના રાજમાં પણ નરેન્દ્ર મોદી અસુરક્ષિત છે.

આઇબી એલર્ટમાં આતંકવાદી સંગઠન સિમીનું નામ લેતાં કહેવામાં આવ્યું છે કે જેલમાંથી ફરાર છ આતંકવાદી નરેન્દ્ર મોદીની રેલીઓમાં વિસ્ફોટક વડે ગાડીને ઉડાવી શકે છે. રેલીમાં એકઠી થનાર ભીડથી ઉત્સાહિત નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીસભાની ચૂંટણી દરમિયાન તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. એવામાં નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર છે. નરેન્દ્ર મોદીને લઇને હવે સુરક્ષા એજન્સીઓ કોઇ જોખમ ઉઠાવવા માંગતી નથી. એવામાં આઇબીએ એલર્ટ જાહેર કરી રાજ્ય સરકારોની સચેત કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
