IAS ડી કે રવિની મૃત્યુ : ભગવાન પણ આવી કહે તો પણ ના માનું કે તેમને આત્મહત્યા કરી
બેંગ્લોર: બેંગ્લોરમાં રેત માફિયા સામે બાંય ચઢાવનાર એક સારા આઇએસઆઇ અધિકારીની મોત થઇ ગઇ. બેંગ્લોરમાં રહેતા આઇએસઆઇ અધિકારી ડી કે રવિની સોમવારે સંદિગ્ધ હાલતમાં મોત થઇ. તેમનું શબ તેમના ફ્લેટમાં પંખા પર લટકતું મળ્યું.
પ્રથમ દ્રષ્ટ્રિએ આત્મહત્યા લાગતા આ કેસમાં પોલિસને કોઇ સુસાઇડ નોટ નથી મળી. તેમની પત્નીના કહેવા મુજબ તે સવારે જ ઓફિસથી ઘરે આવી ગયા હતા અને જ્યારે તેમની પત્ની કોઇ કામે બહાર જઇ પાછી આવી ત્યારે તેમણે રવિના લાશ જોઇ.

તમને જણાવી દઇએ કે 36 વર્ષના ડી કે રવિ 2009ની બેન્ચના IAS અધિકારી હતા. તે બેંગ્લોરમાં કમર્શિયલ ટેક્સના એડિશનલ કમિશ્નર હતા. રવિની છાપ એક ઇમાનદાર ઓફિસરની હતી. કોલાર જિલ્લામાં ડેપ્યૂટી કમિશ્નર તરીકે રેત માફિયા પર તેમને સખત કાર્યવાહી કરી હતી. ત્યારે તેમની મોતથી કોલાર વિસ્તારમાં ભારે રોષ અને શોકની લાગણી છે.
કોલાર વાસીઓએ તો ત્યાં સુધી કહી દીધું કે ભગવાન પણ આવી કહે તો પણ અમે ના માનીયે કે રવિએ આત્મહત્યા કરી. નોંધનીય છે કે રવિની સાફ છબી અને રેત માફિયાઓ વિરુદ્ધ તેમની સખ્ત કાર્યવાહીથી તે અહીંના લોકોના ચહીતા બની ગયા હતા.
જો કે તેમના પરિવારજનોનું કહેવું છે કે રવિને કોઇ ધમકી નહતી મળી. વધુમાં રવિના મિત્રો અને સાથી ઓફિસરોનું પણ માનવું છે કે રવિ આત્મહત્યા કરવાવાળા લોકોમાં નથી આવતા. ત્યારે હાલ તો પોલિસે રવિની મોતનો કેસ દર્જ કરીને તપાસ આગળ વધારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
