IAS/IPSના 2થી વધુ સંતાન કાયદાના વિરૂદ્ધ
લખનઉ, 8 જુલાઇ: ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઇન રોજ વિશ્વ વસ્તી દિવસ છે. અમારી તમારા માટે એક સલાહ છે જો તમે કોઇ મંચ પર કોઇપણ આઇએએસ કે આઇપીએસ અધિકારીને ભાષણબાજી કરતાં જુઓ, તેને બેથી વધુ સંતાન હોય, તેમને એટલુ જરૂર પુછજો કે બાળક પેદા કરતી વખતે શું તે કાયદાને ભૂલી ગયા. ચકરાવે ચડશો નહી, આ પ્રશ્ન કરતાં તમને આઇએએસ જરૂર કતરાશે, પરંતુ તે તમે કશું જ કહી શકશે નહી, કારને કે ભારતીય સંવિધાનની કલમ 1968ના નિયમ 17એ હેઠળ એક આઇએએસ અધિકારી 2થી વધુ સંતાન પેદા ન કરી શકે. જી હાં સામાજિક કાર્યકર્તા નૂતન ઠાકુરે આ મુદ્દાને ઉપાડ્યો છે અને તે અધિકારીઓ વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહીની માંગણી કરી છે જેમને આ નિયમનું ઉલ્લખન કર્યું છે.
નૂતન ઠાકુરે પોતાના ફેસબુક વોલ પર લખ્યું છે કે 'સરકાર નિયમ બનાવીને ભૂલી જવા માટે જાણીતી છે. અખિલ ભારતીય સેવા નિયમાવલી 1968ના નિયમ 17એ એક એવો જ નિયમ છે. આ નિયમ અનુસાર સેવાઓના પ્રત્યેક અધિકારીએ પોતાના વ્યક્તિગત સ્તર પર બે બાળકો પરિવાર માનકનું પાલન કરવું અનિવાર્ય છે. આ નિયમ 13 જાન્યુઆરી 1995ના રોજ નોટિફિકેશન સંખ્યા 11017/27/93-એઆઇએસ (III)ના માધ્યમથી લાગૂ કરવામાં આવ્યો હતો.

એટલે કે આ નિયમ લાગૂ થયા બાદ પ્રત્યેક આઇએએસ, આઇપીએસ તથા ભારતીય વન સેવાથી આ અપેક્ષિત છે તેમને બેથી વધુ બાળકો ના હોય. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ નિયમોનું પાલન કરાવવા માટે કોઇ પણ પ્રયત્ન કર્યો નથી. તેમને આગળ લખ્યું છે કે હવે હું આ મુદ્દો ત્રણ સેવાઓના કેડર નિયંત્રક મંત્રાલય કાર્મિક મંત્રાલય (આઇએએસ), ગૃહ મંત્રાલય (આઇપીએસ) તથા વન મંત્રાલય (આઇએફએસ)ને ઉઠાવ્યો છે.
મેં દરેક અધિકારીના સંબંધમાં સૂચના એકઠી કરી તે અધિકારીઓ વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે જેમને આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. મારો આ દ્રઢ મત છે કે જો કોઇ નિયમ બનાવવામાં આવે તો તેનું પાલન પણ થવું જોઇએ. આ ઉપરાંત હવે વિચારવા અને ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તમે એવા કેટલા આઇએએસ અને આઇપીએસને ઓળખો છો જેમને 2થી વધુ બાળકો છે. જો તમે કોઇને ઓળખો છો તો તેનું નામ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને તેમને એ પ્રશ્ન પૂછો કે શું તે આ નિયમ વિશે જાણે છે. જો નથી તો કેમ નથી? અને જો હા તો પછી નિયમનું પાલન કેમ નહી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
