Karnataka election : કર્ણાટકથી બીજેપીનું પતન શરૂ થશે તો મને ગમશે-મમતા મેનર્જી
કર્ણાટકમાં હાલ માહોલ ગરમ છે. ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ મેદાને પડી છે. બીજી તરફ સત્તાધારી બીજેપી માટે સ્થિતી મુશ્કેલ જણાતા તેને એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. તમામ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનર્જીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટકમાં હાલ ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સત્તાધારી બીજેપી માટે સત્તા બચાવવી કોઈ પણ ભોગે જરૂરી છે. ગઠબંધન તરફ જઈ રહેલી ચૂંટણી વચ્ચે હવે મમતા બેનર્જીએ બીજેપીને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.

મમતા બેનર્જીએ ટીએમસીના જનસંપર્ક અભિયાન દરમિયાન લોકોને સંબોધતા કહ્યું કે, જો કર્ણાટકમાં 10 મેની વિધાનસભાની ચૂંટણીઓ સાથે ભાજપનું પતન શરૂ થશે તો તે ખુશ થશે. અહીં મમતા બેનર્જીએ બીજેપી પર પોતાના સ્વાર્થ માટે હિંદુ ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.
મમતા બેનર્જીએ કહ્યું કે, બીજેપી જેટલી જલ્દી સત્તામાંથી બહાર થશે તેટલું દેશ માટે સારું રહેશે. અહીં મમતા બેનર્જીએ મતદારોને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મત ન આપવા આહ્વાન કર્યું અને કહ્યું કે, બીજેપીનું પતન કર્ણાટકથી શરૂ થાય તો મને આનંદ થશે. આ સાથે તેમણે કહ્યું કે, બીજેપીએ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિકતાનો નાશ કર્યો છે.
બીજી તરફ જંતર-મંતર પર દિલ્હી પોલીસ અને વિરોધ કરી રહેલા રેસલરો વચ્ચેના ઝપાઝપી અંગે કેન્દ્ર પર પ્રહાર કરતાં બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે, ત્યાં કેટલી કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં આંદોલનકારી કુસ્તીબાજો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્યાં કેટલી કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી? બીજેપીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
