સનાતન ધર્મ વિરૂદ્ધ બોલવાનું ચાલુ રાખીશ-ઉધયનિધિ સ્ટાલિન
ભારતમાં સતત હિન્દુ ધર્મ પર આરોપ લાગી રહ્યા છે કે તે સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધ છે ત્યારે હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ પણ આ વાતને દોહરાવી છે અને આગળ પણ દોહરાવવાની વાત કરી છે.
ઉધય સ્ટાલિન હાલમાં જ તેમના હિન્દુ ધર્મ પરના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા હતા. હવે તેમને આ વિવાદને વધારે હવા આપતા કહ્યું છે કે તે આવનારા સમયમાં પણ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે.

સનાતન ધર્મ વિવાદ બાદ ફરીથી ઉધયનિધિ સ્ટાલિને એલાન કર્યુ અને કહ્યું કે, ગઈ કાલે મેં એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે વાત કરી હતી. મેં જે પણ કહ્યું, હું તેને વારંવાર પુનરાવર્તિત કરીશ. મેં તમામ ધર્મોનો સમાવેશ કર્યો છે, માત્ર હિંદુઓનો જ નહીં. મેં ભેદભાવની નિંદા કરી છે.
હાલમાં જ ઉધયનિધિ સ્ટાલિનના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દેશના તમામ પક્ષો આ મુદ્દે નિવેદન આપતા જોવા મળ્યા છે. માત્ર એટલુ જ નહીં કોંગ્રેસે પણ નિવેદનની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા કરણ સિંહે પણ આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યુ હતુ.
આ નિવેદનમાં તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યો કે, સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાય વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, તેને નાબૂદ કરી દેવો જોઈએ.
Thoothukudi, Tamil Nadu | Tamil Nadu Minister Udhayanidhi Stalin says, “Day before yesterday I spoke at a function about it (Sanatana Dharma). Whatever I said, I'll repeat the same thing again and again...I included all the religions and not just Hindus...I spoke condemning the… pic.twitter.com/kpY13KBIZd
— ANI (@ANI) September 4, 2023
તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરથી થતા તાવ સાથે કરી અનેકહ્યું કે, આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.
બીજી તરફ આ નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમ વિવિધ રાજકીય પક્ષોએ સનાતન ધર્મ પર ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણીની ટીકા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
