હું આપની પાસે દિકરીઓના જીવનની ભીખ માંગવા આવ્યો છું: મોદી
પાનીપત, 22 જાન્યુઆરી: પાનીપતમાં બેટી બચાઓ, બેટી પઢાઓ પ્રોગ્રાની શરૂઆત કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જો અત્રેના લોકો પુત્રીઓને જન્મ આપવાનું જ બંધ કરી દેશે તો પછી વધૂ ક્યાંથી લાવશે. તેમણે આ પ્રસંગે ભાજપ સાંસદ મેનકા ગાંધીના પણ ભરપૂર વખાણ કર્યા કે તેમણે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે હરિયાણાની પસંદગી કરી. વડાપ્રધાને જણાવ્યું કે આપણને દિકરીઓની હત્યા કરવાનો અધિકાર કોઇએ પણ નથી આપ્યો. અત્રે નોંધનીય છે કે હરિયાણામાં પુરુષોના મુકાબલામાં મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમણે લોકોને પોતાની બેટીને જીવતી રાખવા માટે લાગણીસભર અપીલ કરતા જણાવ્યું કે હું અહીં આપના પાસે બેટીઓના જીવનની ભીખ માંગવા આવ્યો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દિકરીઓને લઇને આપણી માનસિકતાને બદલવાની જરૂર છે. જો એક હજાર બાળક જન્મતા હોય તો, તેની સામે એટલી જ સંખ્યામાં બાળકીઓ પણ જન્મવી જોઇએ. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે બધા જણાવે છે કે, વૃદ્વાવસ્થામાં દિકરા કામ આવે છે. જો વૃદ્વાવસ્થામાં દિકરા કામ આવતા હોય તો પચાસ વર્ષોમાં જેટલા વૃદ્વાશ્રમ ખૂલ્યા છે, એ ખૂલ્યા ના હોત. મોદીએ જણાવ્યું કે, એવી હજારો દિકરીઓ છે, જે પોતાના મા-બાપની સેવા માટે પોતાના સપનાઓને પણ કુરબાન કરી દે છે.
આપણી વિચારસરણી 18મી સદીની છે
વડાપ્રધાને જણાવ્યું કે, દિકરીઓને લઇને આપણી વિચારસરણીને 21મી સદીની નહીં પણ 18મી સદીની છે. દિકરીઓને ભણાવવી આપણી જવાબદારી છે. જો દીકરીઓ ભણેલી-ગણેલી નહીં હોય તો તમને ભણેલી-ગણેલી વહુ નહીં મળે. વડાપ્રધાને જણાવ્યું કે જો તમારે વધારે ભણેલી વહુ જોઇતી હોય તો તમારે દિકરીને જન્મ આપવો પડશે અને તેને ભણાવી ગણાવીને મોટી કરવી પડશે, જેથી એ મોટી થઇને તમારું પણ નામ ઊજાડશે અને સાસરીપક્ષનું પણ નામ રોશન કરશે.
દિકરીઓને શાસ્ત્રોમાં તો ઊંચું સ્થાન છે પણ...
અત્રે નોંધનીય છે કે, હરિયાણામાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. મોદીએ જણાવ્યું કે, એ દુર્ભાગ્યની વાત છે કે, જે દિકરીને શાસ્ત્રોમાં બહુ ઊંચી બતાવાય છે, તેની જ અમે ગર્ભમાં હત્યા કરી દઇએ છીએ. વડાપ્રધાને આવું કૃત્ય કરનારાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણે દિકરીને ખુલ્લી હવામાં શ્વાસ લેતા પહેલાં જ ખત્મ કરી દઇએ છીએ. તેમણે લોકોને પોતાની બેટીને જીવતી રાખવા માટે લાગણીસભર અપીલ કરતા જણાવ્યું કે હું અહીં આપના પાસે બેટીઓના જીવનની ભીખ માંગવા આવ્યો છું.
અત્રે નોંધનીય છે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મંગળવારે અત્રે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આનંદીબેન પટેલે જણાવ્યું હતું ગુજરાતે દેશને નારિસશક્તિકરણની નવી દિશા આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
